“હિના”ના 30 વર્ષ : આ હિરોઇનનું માસૂમિયત જોઇ પીઘળી ગયુ હતુ ઓડિયન્સનું દિલ, જાણો આજે કયા છે? અને કેવી દેખાય છે?
30 વર્ષ પહેલા 1991માં આવેલી સુપરહિટ ફિલ્મ “હિના”માં બોલિવુડ દિવંગત અભિનેતા ઋષિ કપૂર સાથે કામ કરી ચૂકેલી પાકિસ્તાની અભિનેત્રી ઝેબા બખ્તિયારને લોકો ભલે તેમના નામથી ના ઓળખતા હોય પરંતુ તેમની ખૂબસુરત તસવીર આજે પણ લોકોના મગજમાં હશે. “હિના” ફિલ્મ ઝેબાની પહેલી ફિલ્મ હતી અને તેના સુપરહિટ થવાથી તે રાતોરાત સ્ટાર બની ગઇ હતી.
આ ફિલ્મ બાદ ઝેબા કેટલીક જ ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ તેને બીજીવાર કામયાબી મળી શકી નહિ. ફિલ્મ “હિના” ત્રણ લોકો વચ્ચેની પ્રેમ કહાની હતી. જેમાં ઋષિ કપૂર, અશ્વિની ભાવે અને ઝેબા બખ્તિયાર જોવા મળ્યા હતા.
“હિના” ફિલ્મને કારણે આજે પણ લોકો ઝેબાને હિનાના નામથી યાદ કરે છે. તેણે ભારતમાં જ નહિ પરંતુ પાકિસ્તાનમાં પણ બ્લોકબસ્ટર ફિલ્મથી લોકપ્રિયતા હાંસિલ કરી છે. પહેલી જ ફિલ્મથી ધમાલ મચાવનારી ઝેબા બખ્તિયાર આજ કાલ કયા છે ? અને શુ કરી રહી છે ?
ઝેબા બખ્તિયારનો જન્મ 5 નવેમ્બર 1962ના રોજ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં થયો હતો. ઝેબાનું અસલી નામ શાહીન હતુ. ઝેબા પાકિસ્તાની પોલિટિશિયન અને પૂર્વ અટોર્ની જનરલ યાહ્યા બખ્તિયારની દીકરી છે. તેમની માતા હંગરી મૂળના હતા અને પિતા ક્વેટાના હતા.
ઝેબાએ લાહોર અને કતરથી તેનો અભ્યાસ પૂરો કર્યો છે. અભ્યાસ પૂરો કર્યા બાદ ઝેબાએ પાકિસ્તાનમાં નાના પડદાથી કરિયરની શરૂઆત કરી હતી અને 1988માં ટીવી ધારાવાહિક અનારકલીમાં મહત્વનો રોલ નિભાવ્યો હતો. અનારકલીમાં ઝેબાના અભિનયની ખૂબ પ્રશંસા થઇ હતી.
રાજ કપૂર તેમના જમાનાના એક એવા અભિનેતા, નિર્દેશક અને નિર્માતા હતા, જેમણે તેમની ફિલ્મોથી બોલિવુડમાં ઘણી નવી અભિનેત્રીઓને તેમની પ્રતિભા બતાવવાનો મોકો આપ્યો. વર્ષ 1991માં જયારે ફિલ્મ “હિના” માટે રાજ કપૂરને અભિનેત્રીની શોધ હતી ત્યારે તેમની મુલાકાત ઝેબા સાથે થઇ અને ઝેબાના માસૂમ ચહેરાને જોઇને તે ઘણા પ્રભાવિત થયા હતા અને તેમણે ફિલ્મ માટે તેને કાસ્ટ કરી લીધી હતી.
ઝેબાએ એકવાર મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, કપૂર પરિવાર તેમના પોતાના પરિવારની જેમ હતો. તેણે કહ્યુ કે, જયારે હું પહેલા દિવસે ઋષિ કપૂર સાથે સ્ક્રીન શૂટ અને ફોટોશૂટ કરાવી રહી હતી ત્યારે તે દરમિયાન હું બિલકુલ નવી હતી અને મારા માટે બધુ એકદમ નવુ હતુ.
તે સમયે હું ગભરાઇ ગઇ હતી પરંતુ ઋષિ કપૂર મને સહજ મહેસૂસ કરાવ્યુ અને મારી હિંમત વધારી. તે દરમિયાન 48 કલાકની અંદર જ મને કપૂર પરિવાર સાથે પ્રેમ થઇ ગયો અને મને તે લોકો મારા પરિવારની જેમ લાગવા લાગ્યા.
ઝેબા તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં રહી છે. તમને જણાવી દઇએ કે, તેણે 4 લગ્ન કર્યા છે. પહેલા બે લગ્ન બાદ તેણે બોલિવુડ અભિનેતા-કોમેડિયન જાવેદ જાફરી સાથે અને પછી મશહૂર સિંગર અદનાન શામી સાથે લગ્ન કર્યા હતા.
તેમના પહેલા લગ્ન વર્ષ 1982માં સલમાન વલ્લિયાની સાથે થયા હતા, જયારે બીજા લગ્ન ક્વેટાના વ્યક્તિ સાથે થયા હતા. બંનેની એક દીકરી બોબી પણ છે. જે બાદમાં ઝેબાની બહેને તેને ગોદ લીધી હતી. આ લગ્ન વધારે ના ચાલી શક્યા અને પછી વર્ષ 1989માં તેમણે જાવેદ જાફરી સાથે લગ્ન કરી લીધા.
1990માં તલાક બાદ તેનું નામ અદનાન શામી સાથે સામે આવ્યુ હતુ. ઝેબા અને અદનાને 1993માં લગ્ન કર્યા અને તેમનો એક દીકરો અજાન પણ થયો હતો. ઝેબા અને અદનાનનો પણ સંબંધ વધારે ના ટકી શક્યો અને ત્રણ વર્ષ બાદ તેઓએ તલાક લઇ લીધા.
ઝેબા આ દિવસોમાં પાકિસ્તાનમાં છે. તે વીમેન્સ એસોશિએશન ફુટબોલ સાથે જોડાયેલી છે. તે દીયા W.F.C ની ચેરપર્સન છે. જે પાકિસ્તાનનુ સૌથી જૂનુ વીમેન ફુટબોલ એસોસિએશન છે.
ઝેબાના કરિયરની વાત કરીએ તો, તેમણે “હિના” “મોહબ્બત કી આરજૂ” “સ્ટંટમેન” “જય વિક્રાંતા” “સરગમ” “મુકદમા” “ચીફ સાહિબ” અને “બિન રોએ” જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. ત્યાં જ ટીવી પર તેમણે “અનારકલી” ઉપરાંત “તાનસેન” “લાગ” “મુલાકાત” “મુકદ્દસ” “મેહમાન” “મસૂરી” “દૂરદેશ” “સમજોતા એક્સપ્રેસ” “હજારો સાલ” અને “પહેલી સી મોહબ્બત” જેવા શોમાં કામ કર્યુ છે.