BREAKING: હવે આવશે ગરમીનો અંત, આ તારીખે ગુજરાતમાં તૂટી પડવાનો છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

મોટી ખુશખબરી: આ તારીખે તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતની અંદરથી ઘણા સમયથી વરસાદે વિદાય લઇ લીધી છે, જેના કારણે સામાન્ય માણસ ગરમીનો સામનો કરી રહ્યો છે તો ખેડૂત પણ વરસાદની આશાએ બેસી રહ્યા છે. ચોમાસાની સીઝન હોય અને વરસાદ ના પડતો હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવે ગુજરાતીઓ માટે વરસાદને લઈને ખુશ ખબરી આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 17 ઓગસ્ટ બાદ ગુજરાતની અંદર ચોમાસુ ફરી સક્રિય થશે. ઓગસ્ટના અંત સુધી સારો વરસાદ પડી શકે છે, આ ઉપરાંત 19 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યાતાઓ પણ સેવાઈ રહી છે. તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાના કારણે ગુજરાતમાં ફરી પાછું ચોમાસુ જામશે અને સામાન્ય માણસો તેમજ ખેડુતોની આતુરતાનો અંત આવશે. જો કે આજે વહેલી સવારથી જ ગુજરાતના ઘણા બધા ક્ષેત્રોમાં વાદળછાયું વાતવરણ જોવા મળ્યું હતું, તેમજ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં છુટા છવાયા છાંટા પણ પડ્યા હતા.

Niraj Patel