ગુજરાત ઉપર ફરી વરસાદનું સંકટ, “મહા” નામનું વાવાઝોડું આગામી 24 કલાકમાં આવી શકે છે, વાંચો સમગ્ર હકીકત

0

ચોમાસુ પૂરું થઇ ગયું પણ વરસાદ રોકાવવાનું નામ નથી લેતો, ગુજરાતમાં તહેવારોના સમયે જ વરસાદ ખાબક્યો અને તહેવારોની મઝા પણ ભગાડી ગયો, સાથે સાથે ખેડૂતોના પાકને પણ વરસાદે મોટું નુકશાન કર્યું છે. નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને હજુ આગામી 24 કલાકમાં વરસાદની અતિભારે આગાહી આપવામાં આવી છે.

Image Source

અરબી સમુદ્રમાં એક વાવાઝોડું સક્રિય થયું છે. ઓમાન દ્વારા એ વાવાઝોડાનું નામ “મહા” રાખવામાં આવ્યું છે. આ વાવાઝોડું આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયા કિનારે પહોંચશે અને ભારે પવન સાથે વરસાદ પણ લઈને આવશે જેના કારણે હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના જાહેર કરી છે.

Image Source

લક્ષદ્વીપ પાસે તૈયાર થઇ રહેલું આ વાવાઝોડું તિરૂવનંતપુરમથી 450 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું કેરળ અને કર્ણાટક તરફ ઝડપથી આગળ વધી રહયું છે. 80 થી 90 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલું આ વાવાઝોડું રાજ્યના પૂર્વ દક્ષિણના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે. જેના કારણે માછીમારોને દરિયો ના ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

Image Source

લક્ષદ્વીપથી ગુજરાત તરફ આગળ વધી રહેલું આ વાવાઝોડું અંતે ઓમાન તરફ ફંટાઈ જશે. આ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્ર નજીક પહોંચતા ભારેથી અતિભારે વરસાદ લાવી શકે તેવી શક્યતા છે. આગામી 24 કલાકમાં લક્ષદ્વીપમાં ઊંચા મોજા પણ ઉછળવાની સંભાવના છે જેના કારણે સાગરખેડુઓને દરિયો ના ખેડવા માટે ચેતવી દેવામાં આવ્યા છે.

Image Source

“મહા” વાવાઝોડું વેરાવળના દરિયા કાંઠાથી 570 કિલોમીટર દૂર છે પરંતુ તેની અસર ગઈકાલે જ જોવા મળી હતી. ગીર સોમનાથના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના કોડિનાર, ઉના, વેરાવળ, સહિતના પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ વાવાઝોડું આગામી 6-7 નવેમ્બરના રોજ વેરાવળના દરિયા કાંઠે ટકરાઈ શકે છે.

Image Source

આ વાવાઝોડાની અસર અમરેલી જિલ્લાના રાજુલામાં પણ જોવા મળી હતી. રાજુલા-જાફરાબાદના કાંઠા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ભારે પનવ ફૂંકાયો હતો. પંથકના સરોવડા, કડીયાળી, બલયાણામાં જોરદાર વરસાદ વરસ્યો હતો.

Image Source

વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં ખેતીને ઘણું જ મોટું નુકશાન થયું છે. મધ્યગુજરાતમાં ડાંગરના તૈયાર થઇ ગયેલા પાક ભારે પવનના કારણે પડી ગયા છે તો સૌરાષ્ટ્રમાં મગફળીને પણ ભારે નુકશાન થયું છે. કોડીનારના માર્કેટ યાર્ડમાં પડેલી હજારો ટન મગફળી ઓચિંતા ખાબેકેલા વરસાદના કારણે પલળી ગઈ હતી.

અમદાવાદ સહિત ઉત્તર-મધ્ય ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની પુરી સંભાવના છે. 10મી નવેમ્બર આસપાસમાં હવામાનમાં પલટો આવે અને દક્ષિણ-પૂર્વીય તટિય, ઓડિશા વગેરે ભાગોમાં વરસાદની શક્યતા છે.

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.