...
   

ગુજરાત પર ભારે વરસાદનું સંકટ, હવામાન વિભાગની છેલ્લી ચેતવણી- આ જિલ્લાઓમાં ફાટશે આભ

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે, આમ તો આગાહી નહિ પણ ચેતવણી છે. આજે ગુજરાતના એ પટ્ટામાં ભારે વરસાદ પડશે જે અત્યાર સુધી થોડો કોરો હતો. ત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ગુજરાતનો એક આખો ઝોન વરસાદી સંકટમાંથી પસાર થશે તેવું હવામાન વિભાગે જણાવ્યુ છે. ગુજરાતના 10થી વધારે જિલ્લાઓ પર ભારેથી અતિભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે અને તંત્ર દ્વારા પણ અત્યારથી જ ટીમો અલર્ટ કરાઈ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો છે, ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી પાંચ દિવસ ગુજરાત પર ભારે વરસાદનું સંકટ રહેશે. સપ્ટેમ્બર મહિના દરમિયાન સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જો કે, ઓગસ્ટની સરખામણીએ જોર ઘટશે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો છે. બનાસકાંઠા અને પાટણના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે.

સાઈક્લોનિક સર્ક્યુલેશન સહિત ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હજુ તો સપ્ટેમ્બરમાં પણ વરસાદ વિનાશ વેરશે. જોકે હાલ તો વરસાદનું જોર ઘટ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની અન્ય ત્રણ સિસ્ટમ વરસાદ લાવી રહી છે. ગુજરાતના ત્રીજા સૌથી મોટા કડાણા ડેમના 10 ગેટ 5 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે અને 1 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. કડાણાં ડેમમાં ઉપરવાસમાંથી પાણીનું પ્રમાણ વધતા પાણી છોડવામાં આવતાં મહીસાગર નદી બે કાંઠે વહેતી થઇ છે.

કીમ નદીના પાણીએ સુરતના ઓલપાડ અને માંગરોળમાં લોકોના હાલ બેહાલ કર્યા છે. ભરૂચમાં નર્મદા નદીની જળસપાટી 20 ફૂટને પાર પહોંચી છે. ગોલ્ડન બ્રિજે નર્મદા નદી ફરી વોર્નિંગ લેવલ વટાવવા તરફ પહોંચતા નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા ડેમમાંથી 2 લાખ 45 હજાર ક્યુસેક જેટલું પાણી છોડાતા નદીની જળસપાટી વોર્નિગ લેવલ સુધી પહોંચી ગઈ છે. સુરતની તાપી નદીમાંથી પણ 1 લાખ 48 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાઠે વહી રહી છે.

Shah Jina