...
   

ગુજરાતીઓ તૈયાર રહેજો, 7 દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી…અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની ગતિ થોડી મંદ પડતા બફારા અને ઉકળાટનું પ્રમાણ વધ્યુ હતુ. ત્યારે ગુરુવારના રોજ અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા, જેને કારણે શહેરીજનોને ગરમીમાંથી થોડો છુટકારો મળ્યો. હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી સાત દિવસ માટે તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આજે એટલે કે 22 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપ્યુ છે, જ્યારે શુક્રવારે નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ અને શનિવારે ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રવિવારના રોજ દાહોદ,મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 26-27 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહે તેવી સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 24થી 27 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલે સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરી છે અને 10 ઈંચ જેટલો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

Shah Jina