છેલ્લા કેટલાય દિવસથી ધોધમાર વરસાદના વિરામ બાદ હવે આવનારા દિવસમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં વરસાદ પાછો ખાબકી શકે છે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

3 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે. જેથી 16 અને 18 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. તો તેના કારણે સૌથી મોટી મુશ્કેલી ખેડૂતોના માથે સર્જાઈ શકે છે. કારણ કે, એકબાજુ ખેડૂતો પાક નુકસાનીથી પરેશાન છે, ત્યારે હજુ પણ 5 દિવસની વરસાદની આગાહીથી ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં અને ગુજરાતમાં 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલનું માનવું છે કે આ મહિનામાં તો વરસાદ અવશ્ય થશે જ.

આ ઉપરાંત ગુજરાતના દાહોદ, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.