રેકોર્ડ બ્રેક જોરદાર વરસાદ વચ્ચે ખાડામાં પડી ગઇ ટ્રક અને સમાઇ ગઇ, જુઓ વીડિયો

ચક્રવાતી તોફાન તાઉ-તેનું જોર હવે ભલે ઓછુ થઇ ગયુ હોય, પરંતુ દિલ્લીમાં તેની અસર હજી પણ દેખાઇ રહી છે. વરસાદને કારણે દિલ્લી એનસીઆરમાં કેટલીક જગ્યાએ પાણી ભરાયા હોવાના પણ અહેવાલ છે. નજફગઢમાં વરસાદથી રાત્રે સડક ધસી ગઇ હતી અને તેમાં એક ટ્રક પડી ગઇ હતી. ક્રેન અને જેસીબીની મદદથી ટ્રકને નીકાળવાનું કામ કરવામાં આવ્યુ.

દિલ્લીમાં બુધવારે જોરદાર વરસાદ વરસ્યો હતો. કેટલાક રસ્તાઓમાં પાણી ભરાઇ જવા પામ્યુ હતુ, જો કે નજગઢમાં રસ્તામાં મોટો ખાડો હોવાને કારણે તેમાં એક ટ્રક સમાઇ ગઇ હતી.

ન્યુઝ એજન્સી એએનઆઇ દ્વારા આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે, વીડિયોમાં જોઇ શકાય છે કે એક મોટો ખાડો છે અને ટ્રક ડ્રાઇવરને તે દેખાતો નથી અને આ ઘટના ઘટી જાય છે. કેટલાક લોકોએ આ વીડિયો પર કમેન્ટ કરી છે અને લખ્યુ છે કે, દિલ્લીને તો લંડન બનાવી લીધુ.

દિલ્લીમાં ચક્રવાત તાઉ-તે અને પશ્ચિમી વિક્ષોભને કારણે ગુરુવારે સવારે 8.30 વાગ્યા સુધી 24 કલાકમાં રેકોર્ડ 119.3 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જેમાં મેમાં થયેલ વરસાદે તો પાછળના બધા રેકોર્ડ તોડી દીધા છે.

ફરીદાબાદ, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને નોએડાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, આજે લોકોને વરસાદથી રાહત મળી છે. પરંતુ મોસમ વિભાગે આજે પણ વરસાદની ભવિષ્યવાણી કરી છે.

Shah Jina