ખબર

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજા થયા મહેરબાન, વીજળીના કડાકા-ભડાકા સાથે કરી એન્ટ્રી-જુઓ તસ્વીરો એક ક્લિકે

મેઘરાજેએ ફરીએકવાર રાજ્યભરમાં તોફાની બેટિંગ કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરતા આજે સવારથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઇ હતી.

તો બીજી તરફ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે મેઘરાજા દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહીત અમદાવાદમાં તેનું રૌદ્ર રૂપ ધારણ કરી શકે છે.

તો આગામી 3 દિવસ સુધી મેઘરાજા અમદાવાદને ઘમરોળશે. મંગળવારે સવારથી અમદાવાદમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્ત-વ્યસ્તથઇ ગયું હતું। તો બીજી તરફ ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

તો ક્યાંકને ક્યાંક ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. સોમવારે આખી રાત અમદાવાદમાં વરસાદ વરસ્યા બાદ મંગળવારે સવારે ગાજવીજ સાથરે વરસાદ તૂટી પડ્યો હતો.

અમદાવાદમાં સવારે 6થી 9 સુધી સામાન્ય વરસાદ રહગ્યો હતો. 9 વાગ્યા બાદ મેઘરાજાએ અમદાવાદને ઘમરોળવાનું શરૂ કરતા લોકોન્યૂ ધંધા-રોજગારમાં જવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.તો બીજી તરફ ભરે વરસાદને કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઇ ગઈ હતી. અમદાવાદનો સવારનો માહોલ જોતા લાગી થયું હતું કે, સાંજ પડી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

અમદાવાદના વિવિધ વિસ્તાર જેવા કે, એસજી હાઇવે, શીલજ, શ્યામલ, બોડૅકદેવ, વેજલપૂર, રાણીપ, ગોતા, ઘાટલોડિયા, નરોડા, હાટકેશ્વર સહિતના વિસ્તારમાં પાણી ભરાવવાની સમશ્યા પણ સર્જાઈ હતી.

ગુજરાતના એંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દાહોદ, સુરત, પંચમહાલ, નવસારી, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો વડોદરામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે.

તો રાજકોટમાં મેઘરાજાએ છેલ્લા 70 વર્ષનો રેકોર્ડ તોડી 56 ઇંચ જેલો વરસાદ ખાબક્યો હતો. હાલતો રાજ્યમાં અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો છે. રાજ્યમાં અમુક વિસ્તારમાં 100 ટકાથી વધુ વરસાદ પડ્યો છે.દરિયા કિનારાના તમામ વિસ્તારને હવામાન વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. માછીમારોને દરિયો ખેડવા જવા ના માટે કડક સૂચના આપવામાં આવી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks