આજકાલ છેતરપિંડીના કિસ્સાઓ ઠેર ઠેર બનાતા જોવા મળે છે. એવો જ એક કિસ્સો હાલ દિલ્હીના એક વેપારી સાથે બન્યો છે. જેમાં દિલ્હીના આ વેપારીને બરેલીની અંદર કથિત રીતે કરામાતી (જાદુઈ) બલ્બના નામ ઉપર 9 લાખ રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ઠગો દ્વારા વેપારીને એવી લાલચ આપવામાં આવી કે આ બલ્બ દ્વારા તેમને સોના જેવી મોંઘી વસ્તુઓની પ્રાપ્તિ થશે અને તેના ઘરની અંદર સમૃદ્ધિ પણ આવશે. આ મામલો પોલીસ પાસે પહોંચતા જ એક ટીમ બનાવી અને ત્રણ ઠગોને મોટી રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ ત્રણેય આરોપીઓ લખીમપુર ખીરીના રહેવા વાળા છે. આરોપીએ વિશેષ મેગ્નેટ દ્વારા આ બલ્બને અલગ અલગ રીતે સળગાવીને વેપારીનો વિશ્વાસ જીતી લીધો હતો અને તે બલ્બને વેપારીને 9 લાખ રૂપિયામાં વેચી અને ત્યાંથી ચાલ્યા ગયા હતા.

આ વેપારી પણ કોરોના વાયરસના કારણે પોતાના ધંધામાં નુકશાન ખાઈને બેઠો હતો અને સરળતાથી પૈસા કમાવવા માંગતો હતો. પરંતુ વેપોરીને જયારે લાગ્યું કે તે છેતરાઈ ગયો છે ત્યારે તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. એસપી વિજય ઢુલ દ્વારા ઘટનાનો પર્દાફાશ કરવા માટે ટીમ તૈયાર કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાના ત્રેણય આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 8 લાખ 87 હજાર રૂપિયા પણ મેળવ્યા હતા.