શિયાળાના આગમનની સાથે જ લોકો રજાઇ, ધાબળા, સ્વેટરની સાથોસાથ હીટર તેમજ અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરે છે. જેથી ઠંડીથી બચી શકાય. કોઇલ હીટર બજારમાં ખૂબ મોંઘા છે. આવી સ્થિતિમાં, એક વ્યક્તિએ ગજબનો જુગાડનો કરીને એક સસ્તું અને શ્રેષ્ઠ હીટર તૈયાર કર્યું છે, જે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
આજકાલ શિયાળામાં બોનફાયરની ફેશન ધીરે ધીરે સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ પોતાના ઘર માટે હીટર શોધે છે, જેથી તેઓ તેને વીજળીની મદદથી ચલાવી શકે. તમે બજારમાં મળતા હીટરની કિંમતોથી પરિચિત હશો. પરંતુ જો સસ્તું અને ટકાઉ હીટર ઘરે બેઠા બનાવી શકાય તો કેવું રહેશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક વ્યક્તિએ આવું જ કામ કરીને બતાવ્યું છે. વાયરલ ક્લિપમાં વ્યક્તિએ ઈંટ, કોઇલ, વાયર અને પ્લગની મદદથી સસ્તું અને ટકાઉ હીટર બનાવ્યું છે. આ હીટરને જોયા બાદ યુઝર્સ પણ ઈમ્પ્રેસ થયા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.
હીટર બનાવવાની નિન્જા ટેકનિક
આ વીડિયોમાં, વ્યક્તિ પહેલા ઈંટ લે છે, પછી ડ્રિલિંગ મશીન વડે ઈંટ પર 2 U આકારની રેખાઓ બનાવે છે. ઈંટની એક બાજુએ વ્યક્તિ કોઇલ માટે લાઇન બનાવે છે અને બીજી બાજુ એક વ્યક્તિ વાયર લટકાવવા માટે લાઇન તૈયાર કરે છે. બંને બાજુએ લાઇન તૈયાર કર્યા પછી, તે કોઇલ અને વાયરને બંને બાજુથી નટ-બોલ્ટથી સજ્જડ કરે છે. ત્યારબાદ તે કોઇલને ઇંટમાં ફીટ કરે છે અને વાયરને સ્વીચ સાથે જોડે છે. બાદમાં હીટરને ચાલુ કરે છે. પાવર સપ્લાય મળતાની સાથે જ હીટર શરૂ થાય છે. પરંતુ આ હીટર બનાવતી વખતે, વ્યક્તિએ વાયરિંગને ખુલ્લું છોડી દીધું છે, તેને અયોગ્ય રીતે ઇન્સ્યુલેટ કરવાથી ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. આ હીટરને લઈ યુઝર્સ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.
હોમ મેઈડ હીટર
કોમેન્ટ સેક્શનમાં, ઘણા યુઝર્સ આ સસ્તા હીટરને જોઈ ખુશ દેખાઈ રહ્યા છે, તો કેટલાક લોકોએ પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. એક યુઝરે લખ્યું, બીજુ બધું બરાબર છે, પરંતુ નીચેનો કેબલ કેટલો સમય ચાલશે? કારણ કે ઈંટ ગરમ થયા પછી કેબલ પહેલા ઓગળી જશે. બીજાએ કહ્યું કે, આ હીટર બરાબર કામ કરી રહ્યું છે, માત્ર વાયરિંગની સમસ્યા ઊભી થશે. ત્રીજા યુઝરે લખ્યું કે, તેનાથી આગ પણ લાગી શકે છે. ઈન્સ્ટાગ્રામ પર આ રીલ પોસ્ટ કરતાં @monuexplorerએ લખ્યું- શિયાળા માટે હોમમેઇડ રૂમ હીટર. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 કરોડ 45 લાખથી વધુ વ્યૂઝ અને લગભગ 3 લાખ લાઈક્સ મળ્યા છે.
View this post on Instagram