હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, ઘરની બહાર નીકળતા પહેલા આ જરૂર વાંચજો

હાલ રાજયમાં ગરમીની શરૂઆત થઇ ગઇ છે અને અત્યારથી જ લોકો ગરમીમાં તપી રહ્યા છે. ત્યારે ગરમીને લઇને હવે હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 25 તારીખથી લઇને 28 તારીખ સુધી હિટવેવ રહેશે, પરંતુ હવે ઉત્તર પશ્ચિમમાં હવાના ભેજનું પ્રમાણ જોતા હિટવેવની આગાહી પરત ખેંચવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે અને હવામાં ભેજના કારણે ગરમીમાંથી થોડી રાહત પણ રહેશે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાયા છે.,અને માર્ચ માસમાં આવી ગરમી ક્યારેક જ પડતી હશે.27 માર્ચથી અકળાવનાર ગરમીનું પ્રમાણ વધે. અમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, આણંદ વગેરેમાં અકળાવનાર ગરમી પડશે અને ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે. અંબાલાલ પટેલ અનુસાર, માર્ચના અંતમાં એટલે કે 27 માર્ચથી લઇને 7 એપ્રિલ સુધી મધ્યગુજરાત રાજયના ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.

આ ઉપરાંત મહત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રી અને કચ્છમાં 42 ડિગ્રી રહેવાનું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યુ છે. અંબાલાલ પટેલે જાહેર કર્યુ છે કે આકાશમાંથી અગનવર્ષો થયા બાદ વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતા છે. કાળઝાળ ગરમીના કારણે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણ સક્રિય થવાની સંભાવના રહેલી છે જેના કારણે 7 એપ્રિલ પછી હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા છે.

એકદમથી તાપમાન વધુ નોંધાતા સમુદ્રમાંથી ભેજ ઉપર આવશે અને હવામાં ભેજનું પ્રમાણ વધતા વાદળછાયું વાતાવરણ સર્જાશે, એટલે ગરમી અને ત્યારબાદ વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલે આ અગાઉ પણ એવું કહ્યું હતું કે ચાલુ ઉનાળામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવશે.

Shah Jina