હે ભગવાન…આ ચાર બાળકોની કહાની સાંભળી ભલભલા લોકોનું કાળજું કંપી ઉઠશે
લોકડાઉનના કારણે ઘણા લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે, રોજગાર છીનવાઈ જવાના કારણે લોકો પાસે ખાવા પીવા માટે પણ પૂરતા પૈસા નથી. આ બધા વચ્ચે જ બિહારના રોહતાસમાંથી એક ખબર સામે આવી છે જેમાં 4 બાળકો ભૂખમરાની કગાર ઉપર આવીને ઉભા છે, લોકડાઉનમાં જ તેના પિતાનું મૃત્યુ થઇ ગયું હતું, અને તેની માટે 3 વર્ષ પહેલા જ ગરીબીના કારણે ઘર છોડીને ચાલી ગઈ હતી. હવે આ ચાર બાળકો નિરાધાર છે અને તે ગમે તેમ કરીને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.
આ ઘટના છે બિહારના રોહતાસ જિલ્લાના તિલૌથુ પ્રખંડના કોડર ગામની. જયારે રહેવા વાળા સુરેન્દ્ર મિશ્ર મજૂરી કરીને પોતાના બાળકોનું પાલન પોષણ કરતા હતા. ત્રણ વર્ષ પહેલા તેની પત્ની ઘર છોડીને ચાલી ગઈ હતી. ત્યારબાદ સુરેન્દ્ર જ તેના બાળકોની દેખરેખ રાખતો અને મજૂરી કરીને કમાતો હતો. ગમે તેમ કરીને તેમનું જીવન ચાલતું હતું.

પરંતુ આ બધા વચ્ચે કોરોના વાયરસના કારણે લગાવવા આવેલા લોકડાઉનના કારણે સુરેન્દ્રને કામ મળતું પણ બંધ થઇ ગયું, પરિવારની સ્થિતિ દિવસેને દિવસે બગડવા લાગી, આ સમય દરમિયાન સુરેન્દ્રની તબિયત પણ ખરાબ થઇ અને 23 મેના રોજ તેનું અવસાન થઇ ગયું. જેના કારણે તેના ચારેય બાળકો આનાથ થઇ ગયા. તેમનો કોઈ સહારો ના રહ્યું.

તેમનું ઘર પણ માટીનું બનેલું છે. જેની અંદર વરસાદમાં પાણી ટપકે છે. અને આ ઘર એવું લાગે છે કે ગમે ત્યારે પડી પણ શકે છે. આ ચારેય બાળકોમાં જયકિશન 9 વર્ષ, નદીંની 8 વર્ષ, સ્વીટી 6 વર્ષ અને પ્રિન્સ માત્ર 4 વર્ષનો જ છે. 8 વર્ષની નંદિની કોઈપણ રીતે ચુલ્હા ઉપર ચોખા રાંદે છે અને ચારેય બાળકો ખાઈને પોતાનું જીવન ચલાવે છે.

આ મામલામાં ગામના બીડીઓનું કહેવું છે કે સરકાર તરફથી જે પણ સુવિધાઓ મળશે આ બાળકોને આપવામાં આવશે, ઇન્દિરા આવાસથી લઈને બીજી સુવિધાઓ આપવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. તેમને વ્યક્તિગત રીતે પણ બાળકોની મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

તો બીજી તરફ ઘટનાની જાણકારી થવા ઉપર કેટલાક સમાજસેવી સંગઠનના લોકો પણ ત્યાં પહોંચ્યા હતા, તેમને પણ બાળકોને મદદનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હાલ તો આ બાળકોની હાલત સાવ ખરાબ છે, કોઈપણ રીતે તે પોતાનું જીવન વિતાવી રહ્યા છે.