યુક્રેનમાંથી સામે આવ્યો એક બાપ-દીકરીના પ્રેમનો હૃદયસ્પર્શી વીડિયો, બાપે દીકરીને કહ્યું.. “અચ્છા ચલતા હું…” જોઈને તમે પણ રડી પડશો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક કલાકોથી રશિયન દળો યુક્રેન પર હુમલો કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન હુમલામાં 10 સૈન્ય અધિકારીઓ સહિત 137 નાગરિકો માર્યા ગયા અને 316 ઘાયલ થયા.

લાખો લોકો તેમના પરિવારને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે વ્યસ્ત છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક ઈમોશનલ થઈ જશે. તમારી આંખોમાંથી પણ આંસુઓ આવી જશે. એક પિતાની લાચારી, કેવી રીતે તે પોતાની પાસેથી પોતાના કાળજાનો કટકો છીનવી લે છે.

રશિયન સેનાના આ વિનાશક યુદ્ધને લઈને સમગ્ર યુક્રેનમાં ગભરાટનો માહોલ છે. આવી સ્થિતિમાં, લોકો પોતાને અને તેમના પરિવારને બચાવવા માટે કોઈને કોઈ રીતે ભાગી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર પિતા-પુત્રીના છુટા પાડવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પિતા બસમાં બેસીને દીકરીને અલવિદા કહી રહ્યા છે.

આ દરમિયાન પિતા-પુત્રી બંને પોતાની ભાવનાઓને રોકી ન શક્યા અને રડી પડ્યા. વીડિયો @lil_whind નામના ટ્વિટર પ્રોફાઇલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘યુક્રેનિયન પિતાએ તેના પરિવારને અલવિદા કહ્યું જ્યારે તે રશિયનો સામે લડવા ત્યાં જ રહે છે’. જ્યારથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે ત્યારથી તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

રમખાણો અને બોમ્બ ધડાકા વચ્ચે આ ઈમોશનલ વીડિયો જોયા પછી બધા ચોંકી ગયા છે અને યુક્રેનમાં સામાન્ય સ્થિતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ વીડિયોને ટ્વિટર પર અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. એક યુઝરે લખ્યું, ‘ભગવાન આ પિતા અને યુક્રેનની રક્ષા કરે.’ બીજી તરફ અન્ય યુઝરે લખ્યું- ‘ભગવાન આ માણસને જલ્દીથી તેના પરિવાર સાથે ફરીથી મલાવી દે.”

Niraj Patel