ખબર વાયરલ

એક દુર્ઘટનમાં ખોઈ બેઠા હતા પોતાના 16 વર્ષના દીકરાને, પિતાએ ટેડી બિયરમાં સાંભળી દીકરાની ધડકન, વીડિયો વાયરલ

પોતાના ગમતા વ્યક્તિને ખોવાનું દુઃખ દરેક વ્યક્તિને જિંદગીભર થતું હોય છે, એમાં પણ જો પોતાનું સંતાનને નાની ઉંમરમાં ખોવું પડે તો આખી જિંદગી જાણે વ્યર્થ થઇ ગઈ હોય એમ લાગે. પોતાના સંતાનના હોવાપણાનો અહેસાસ દરેક વસ્તુમાં થતો હોય છે, પરંતુ અમેરિકાની અંદર એક પિતાને અકસ્માતમાં મૃત્યુ પામેલા પોતાના દીકરાની ધડકન એક ટેડી બિયરમાં સંભળાઈ હતી.જેનો ઈમોશનલ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Image Source

માર્ચ મહિનામાં આ વીડિયો ટ્વીટર ઉપર @RexChapman શેર કરવામાં આવ્યો હતો, સાથે લખવામાં આવ્યું હતું કે, “આ વ્યક્તિએ ગયા વર્ષે એક કાર દુર્ઘટનામાં પોતાના 16 વર્ષના દીકરાને ખોઈ દીધો. ત્યારબાદ તેમને પોતાના દીકરાના બધા જ અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તેનું દિલ પણ હતું. પરંતુ આ મહિને તેમને તેમના દીકરાનું અંગ પ્રાપ્ત કરવા વાળા વ્યક્તિએ એક ભેટ મોકલી. જેમાં એક ટેડી બિયર અને એક ચિઠ્ઠી હતી. જેમાં તેમના દીકરાની ધડકનોનું રેકોર્ડિંગ હતું.”

Image Source

આ વીડિયોની શરૂઆત આ પિતા દ્વારા ગિફ્ટ ખોલવાથી થાય છે. તે ખુબ જ ખુશ નજર આવે છે. જયારે બોક્સ ખોલે છે ત્યારે તેમાંથી ટેડી બિયરની સાથે એક ચિઠ્ઠી પણ મળે છે. તે વાંચીને તે ભાવુક થઇ જાય છે.

છેલ્લે જયારે તે ટેડી બિયરને કાને લગાવીને દીકરાના ધબકારા સાંભળે છે ત્યારે તેમની આંખો પણ ભીની થઇ જાય છે. તે દરમિયાન જ તે પોતાની પત્નીને ઈશારો પણ કરે છે કે વીડિયો શૂટ કરવાનું બંધ કરે.

Image Source

ભાવુક કરનારો આ વિડીયો જોનની પત્નીએ જ શેર કર્યો છે. તેમને ટ્વીટના માધ્યમ દ્વારા  જણાવ્યું હતું કે ચિઠ્ઠીમાં એમ પણ લખેલું હતું કે “હું તેને જાતે જ તમને આપવા માંગીશ, પરંતુ ખબર નહીં આ ક્યારે થશે.”


આ  વીડિયોની અંદર ટેડી બીયરે જે ટી શર્ટ પહેર્યું છે તેના ઉપર બેસ્ટ ડેડ એવર લખેલું છે. જેમાં તેમના મૃત્યુ પામેલા દીકરાના ધબકારા સંભળાઈ રહ્યા છે. જે રેકોર્ડિંગ કરેલા છે.