હેલ્થ

હાર્ટ બ્લોકેજમાં રામબાણ છે આ પાન, જાણો કઈ રીતે મદદ કરે છે – વાંચો ફાયદાઓ લેખમાં

આયુર્વેદમાં પ્રકૃતિ દ્વારા દરેક સમસ્યાનું સમાધાન ઉપલબ્ધ છે.આપણી આસપાસની પ્રકૃતિમાં ઘણી ઔષધીઓ છુપાયેલી છે, જેના વિશે લોકોને ખુબ ઓછી જાણકારી હોય છે.

Image Source

અનિયમિત જીવનશૈલી, ખરાબ ખાનપાન અને વ્યાયમ ના કરવાથી હાર્ટ અટૈક એટલેકે હૃદયનો આઘાત ખુબ વધી જાય છે.હાર્ટ અટૈક ઘાતક હોય છે,પણ અટૈકનો સામનો કરી લેવાથી પણ સમસ્યા દૂર નથી થાતી. હાર્ટ અટૈક પછી શરીરને ફરીથી સામાન્ય થવા માટે થોડો સમય લાગે છે.પણ આજે અમે તમને એક એવો સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી હૃદયનો હુમલો આવવાની સમસ્યા ઠીક કરવામાં ખુબ મદદ મળે છે, અને તે પણ ખુબ ઓછા સમયમાં.

Image Source

હિન્દૂ ધર્મમાં પીપળાના ઝાડને દેવતુલ્ય માનીને તેની પૂજા કરવામાં આવે છે.પણ શું તમે જાણો છો કે,પીપળો હૃદયરોગ માટે એક વરદાન સમાન છે.હૃદયના આકાર સમાન પીપળાના પાનમાં હૃદય સંબંધી સમસ્યાઓનું સમાધાન રહેલું છે. સૌથી ખાસ વાત એ છે કે પીપળાના પાન હૃદયના 99 ટકા બ્લોકેજને પણ સમાપ્ત કરી નાખે છે.આવો તો જાણીએ કેવી રીતે કરવો પીપળાના પાનનો ઉપીયોગ.

Image Source

પીપળાના પાનનો અસરકારક નુસ્ખો:
સૌથી પહેલા પીપળાના 15 જેટલા પાન લો જે આકારમાં મોટા અને પુરી રીતે વિકસિત થયેલા હોય અને તેને સારી રીતે ધોઈ લો. ધ્યાન રાખો કે પાન પીળા પડી ગયેલા કે સુકાઈ ગયેલા હોવા ન જોઈએ.

Image Source

હવે આ દરેક પાનનો ઉપરનો અને નીચેનો ભાગ કાપીને અલગ કરી દો અને તેને એક ગ્લાસ પાણીમાં ઉકળવા માટે રાખી દો. પાણી ઉકળીને અડધું ના થાય ત્યાં સુધી તેને ઉકળવા દો અને હવે તેને ઠંડુ કરવા માટે મૂકી દો.ત્યાર પછી આ ઉકાળાને ગરણી કે કપડા વડે ગાળી લો.

Image Source

કેવી રીતે કરવું આ પાણીનું સેવન?:
આ પાણીને ત્રણ ભાગમાં વહેંચી લો,અને દરેક ત્રણ કલાકમાં તેને પિતા રહો. આ ઉકાળાને આવી રીતે રોજ પીવાથી હાર્ટ અટૈક પછી પણ હૃદય પહેલાની જેમ એકદમ સ્વસ્થ થઇ જાશે અને ફરીથી હૃદયનો હુમલો આવવાની સંભાવના પણ દૂર થઇ જાશે. હૃદયરોગીઓ માટે આ સૌથી સારો,સરળ અને સુલભ ઉપાય છે.જેનાથી હૃદયના દરેક રોગ દૂર થઇ જાય છે.આ ઉકાળાનો પ્રયોગ ઓછામાં ઓછા 15 દિવસ સુધી કરો.જો કે આ બધાની વચ્ચે ડોકટરી સારવાર પણ નિયમિત લેતા રહો.

Image Source

શું સાવધાની રાખવી?:
1.આ ઉકાળાનું સેવન કરતી વખતે યાદ રાખો કે તેને પીવાના સમયે તમારું પેટ એકદમ ખાલી ન હોવું જોઈએ.હલ્કો નાશ્તો કર્યા પછી જ આ ઉકાળાનું સેવન કરો.

2.જ્યાં સુધી તમે આ ઉકાળાનું સેવન કરી રહ્યા હોય,ત્યાં સુધી તળેલી વાસ્તુ,ચોખા,માછલી,ઈંડા,દારૂ, ધુમ્રપાન વગેરેનો પ્રયોગ ના કરો. તેના સિવાય મીઠું(નિમક) અને વધુ પડતી ચીકાશયુક્ત વસ્તુઓથી પણ દૂર રહો.

3.જ્યારે અમુક વસ્તુઓનું સેવન આ દરમિયાન તમારા માટે ફાયદેમંદ થઇ શકે છે, જેમ કે દાડમ,પપૈયા,આમળાં,મૌસંબી,મેથીના દાણા,કિશમિશ,દહીં,છાશ વગેરે. આ પ્રયોગથી તમારા હૃદયની સમસ્યા એકદમ સમાપ્ત થઇ જાશે.હાર્ટ અટૈકથી થનારી બ્લોકેજની સમસ્યાનું પણ આ ખાસ સમાધાન છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks