રાજ્યમાં વધુ 2ના હાર્ટ એટેકથી મોત ! ધૂણતા ધૂણતા ભુવા અચાનક ઢળી પડ્યા અને થયુ મોત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતના મામલા વધી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ત્યારે હાલમાં વધુ 2ના મોતની ખબર સામે આવી રહી છે. મોરબીમાં ભૂવા તરીકે ઓળખ ધરાવનાર પીઠાભાઇ મકવાણા એક ધાર્મિક કાર્યક્રમમાં ધૂણી રહ્યા હતા તે દરમિયાન અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત નિપજ્યું.

આ ઉપરાંત મહેસાણાથી પણ હાર્ટ એટેકેના કારણે એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મહેસાણાના જગુદણ ગામે રમેણમાં ભુવાજીને પણ ધુણતા ધુણતા એટેક આવ્યો અને તેઓ ઢળી પડ્યા.

ઊંઝાના બ્રાહ્મણવાડા ગામના ભુવાજી ગોવિંદ ભાઈ દરજી જગુદણ ગામે દરજી વાસમાં યોજાયેલ રમેણમાં ભાગ લેવા આવ્યા હતા ત્યારે ધૂણવાનું ચાલુ કરતા ફક્ત 55 સેકંડમાં જ હાર્ટ એટેક આવ્યો અને તેઓ ઢળી પડ્યા. તેમને સારવાર હેઠળ મહેસાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પણ તેમને હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરાયા.

Shah Jina