બંધ રૂમમાં દારૂ ઢીંચી શકાય? ઈંડા, નોન-વેજ ખાવું હોય તો બંધ ચાર દીવાલમાં….હાઇકોર્ટે શું ચુકાદો આપ્યો હતો? જાણો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યુ છે. રાજયમાં ઘણીવાર ગેરકાયદેસર રીતે દારૂ લાવ્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. હાઇકોર્ટમાં દારૂબંધી મુદ્દે થયેલ અનેક પિટિશન પર સુનાવણી ચાલી રહી છે અને એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે ભૂતકાળમાં જે કાયદો માન્ય હતો તેને આજે અમાન્ય ઠેરવી શકાય. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

તેમણે કહ્યુ કે, આવી રજૂઆત માટે અરજદારોને સુપ્રિમમાં જવુ પડે હાઇકોર્ટ સમક્ષ દારૂબંધી હટાવવાની માંગ થઇ શકે નહિ. એડવોકેટ જનરલે જણાવ્યું કે, ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ પીને આવતા લોકો સામે કાર્યવાહી થઇ છે. આ અરજી ગુજરાતમાં ટકવા પાત્ર નથી. અરજદારની રજૂઆતો અયોગ્ય છે.

એડવોકેટ જનરલ દ્વારા દારૂબંધીનેે પડકારતી અરજી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. હાઇકોર્ટ સમક્ષ આ અરજીઓ ટકી શકે નહિ તેવી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમણે નોન-વોજ ખાવાના અધિકારની તુલના દારૂ સાથે કરી હતી.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યુ કે, કોઇ કાલે એવું કહેશે કે હું તો મારા ઘરની ચાર દિવાલો વચ્ચે ડ્રગ્સ લઇ રહ્યો છું તો. આ બાદ એડવોકટ જનરલ દ્વારા કહેવામાં આવ્યુ કે, ભૂતકાળમાં જે કાયદો માન્ય હતો એ આજે અમાન્ય ઠેરવી શકાય, પરંતુ આવી રજૂઆત કરવા માટે અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં જવું પડે.

કોઇ પણ વ્યક્તિ ઘરે નોન-વેજ ખાય તો તેને રોકાય નહીં પરંતુ ઘરે બેસીને જો દારૂ કોઇ વ્યક્તિ પીવે છે તો તેને રોકવાનો રાજ્ય સરકારને અધિકાર છે. કારણ કે, રાજ્યમાં દારૂબંધીનો કાયદો લાગુ છે, એવી એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી. આ સાથે જ રાજ્યમાં દારૂબંધીને પડકારતી અરજી અયોગ્ય ગણાવતા વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.

Shah Jina