રસોઈ હેલ્થ

વજન ઘટાડવા માટે નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ અને હેલ્દી ઉપમા, જાણો સૌથી સરળ રેસિપી

આજે બદલાતા જીવન સાથે ઘણા લોકો વજન વધારાની સમસ્યાથી હેરાન થાય છે. વજન ઘટાડવા માટે ઘણા લોકો પોતાના ડાયટમાં બદલાવ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ખાવાનું ઓછું કરવાથી કે છોડવાથી તમારા વજનમાં ઘટાડો નથી થતો પરંતુ તમે કેવો ખોરાક લો છો તેના ઉપર નિર્ભર કરે છે.

Image Source

સવારના નાસ્તાને દિવસનો સૌથી જરૂરી ખોરાક માનવામાં આવે છે. જો તમે મોડું થવાના ડરથી કે ડાઈટિંગના મક્સદથી તમે જો સવારનો નાસ્તો છોડી દો છો તો આ તમને આખો દિવસ અશક્ત અને થાકનો અનુભવ કરાવી શકે છે. આજે અમે તમને એક એવો જ હેલ્દી નાસ્તો બતાવીશું જે સ્વાદિષ્ટ પણ છે અને સ્વાસ્થ્ય વર્ધક પણ. તેને બનાવવામાં પણ માત્ર 20 મિનિટનો જ સમય લાગે છે. આ નાસ્તો છે ઉપમા. ચાલો જોઈએ તેની એકદમ સરળ રેસિપી.

Image Source

ઉપમા બનાવવાની સામગ્રી:

 • 2  કપ સોજી
 • 1/2 ટેબલ સ્પૂન રાઈ
 • 1 સૂકું લાલ મરચું
 • 2 ટેબલ સ્પૂન ચણા દાળ
 • 10-12 મીઠો લીમડો (કઢી પત્તા)
 • 1/4 ટેબલ સ્પૂન ઝીણા કાપેલા લીલા મરચા
 • 1/4 કપ બારીક કાપેલા ગાજર
 • 1/4 કપ ફ્રેન્ચ બીન્સ
 • 1 ઝીણી કાપેલી ડુંગળી
 • 1/4 કોર્નના દાણા
 • અડધા લીંબુનો રસ
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • 2 કપ પાણી
 • 2 ટેબલ સ્પૂન કાપેલા લીલા ધાણા
Image Source

ઉપમા બનાવવાની રીત:

 • એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ,મીઠો લીમડો, સૂકુ લાલ મરચું અને ચણા દાળનો તડકો લગાવો.
 • ત્યારબાદ તેમાં ડુંગળી નાખી થોડીવાર સુધી શેકો.
 • ત્યારબાદ બધા જ શાકને અંદર નાખી અને 2 મિનિટ સુધી ધીમી આંચ ઉપર ચલાવતા રહો.
 • ત્યારબાદ પાણી અને મીઠું નાખો.
 • ત્યારબાદ સોજી ઉમેરવો અને સતત હલાવતા રહેવું.
 • ઉપમાને સુકાતા સુધી 2-3 મિનિટ સુધી ફ્રાય કરો.
 • ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ મેળવો.
 • લીલા ધાણા ઉપર નાખી ગરમ ગરમ જ પીરસો

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.