‘બારમાં પણ આવી મઝા નથી આવતી’ સોડપુર ગામના આરોગ્ય કર્મીઓનો વીડિયો વાયરલ, ફરજ દરમિયાન નશામાં હોવાનો આક્ષેપ

આરોગ્ય કર્મચારીઓ ચાલુ નોકરીએ ધીંગામસ્તી : નડિયાદના આરોગ્ય કર્મીઓનો વીડિયો વાયરલ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇના કોઇ વીડિયો વાયરલ થઇ જાય છે, જેમાંના ઘણા તો એવા ચોંકાવનારા હોય છે કે જોઇને કોઇ પણ હેરાન રહી જાય. ત્યારે હાલમાં નડિયાદના સોડપુર ગામમાં આવેલ પ્રાથમિક સબ આરોગ્ય કેન્દ્રમાંથી એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ચાલુ નોકરીએ આરોગ્ય કર્મચારીઓ ધીંગા મસ્તી સાથે અશોભનીય હરકત કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો સામે આવ્યા બાદ જ વાયરલ થઇ ગયો હતો અને તે બાદ ભારે ચકચાર મચી ગઇ. વીડિયોમાં કર્મચારીઓ નશાની હાલતમાં હોય તેવું ચર્ચાઇ રહ્યું હતું. ત્યારે વીડિયો વાયરલ થયા બાદ જે પણ કર્મચારીઓ નજરે પડી રહ્યા છે તેમની સામે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, નડીયાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહોળેલના સોડપુર ગામમાં આરોગ્ય કર્મીઓ સરકારી નોકરી કરતા પરમેનેન્ટ કર્મચારીઓ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. તમામ નડિયાદના વિવિધ આરોગ્યકેન્દ્રમાં ફરજ બજાવી રહ્યા છે. જો કે, વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે બેથી ત્રણ કર્મીઓ બિભત્સ વર્તન કરી રહ્યા છે.

વીડિયોમાં ટેબલ પર ખાલી ગ્લાસ અને પાણીની બોટલ પણ દેખાઇ રહી છે અને કર્મચારીઓની અનેક વાતો પણ વીડિયોમાં સંભળાઇ રહી છે. એક વ્યક્તિ મોબાઇલ પર ગીત વગાડીને ડાન્સ કરે છે તો બીજો બોલી રહ્યો છે કે આ જુઓ રાજપાલ યાદવ, આવી મજા તો બારમાં પણ નથી આવતી. ત્યારે હવે વીડિયો વાયરલ થતા કર્મીઓ નશાની હાલતમાં હતા કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina