ખબર

ઘોર બેદરકારી: કોરોના પોઝિટિવ દર્દીને લઈને શેરડીનો રસ પીવા નીકળી પડ્યા સ્વાસ્થ્યકર્મીઓ, વીડિયો વાયરલ થતા હાહાકાર

દેશભરમાં કોરોનાના મામલાઓ સતત વધી રહ્યા છે, ત્યારે હોસ્પિટલો પણ આ દરમિયાન કોરોના દર્દીઓથી ભરાઈ રહી છે. સ્વાસ્થ્ય કર્મીઓ પણ કોરોના દર્દીઓને જેમ બને તેમ જલ્દી અને સારી સારવાર આપવામાં લાગ્યા છે, ત્યારે આ દરમિયાન એક એવી ઘટના સામે આવી છે જેમાં સ્વાસ્થ્યકર્મીઓની લાપરવાહી જોવા મળી રહી છે.

મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાં સ્વાસ્થ્યકર્મીઓ એક કોરોના સંક્રમિત દર્દીને લઈને શહેરમાં ખુલ્લેઆમ ફરતા નજર આવી રહ્યા છે. એટલું જ નહિ આ સ્વાસ્થ્ય કર્મીઓ કોરોના સંક્રમિત દર્દીને લઈને શેરડીના રસનો આનંદ પણ માણતા જોવા મળ્યા હતા.

આ દરમિયાન ત્યાં હાજર રહેલા એક વ્યક્તિએ તેમની આ હરકત મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી, અને હવે તે વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે સ્વાસ્થ્યકર્મી એમ્બ્યુલન્સમાં એક કોરોના સંક્રમિત દર્દીને લઈને જઈ રહ્યા છે. આ દરમિયાન શહેરની વચ્ચે લોકોની અવરજવર વચ્ચે જ દર્દીને રોકીને શેરડીના રસનો આનંદ માણવા લાગ્યા.

સ્વાસ્થ્યકર્મીઓ ઘણીવાર સુધી શેરડીના રસનો આનંદ માણતા રહ્યા અને કોરોના સંક્રમિત અસહજ અનુભવતા તે લોકો જ્યુસ પી અને પાછા આવે તેની રાહ જોઈ રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતા લોકો દર્દીને ખુલ્લેઆમ ઉભેલા જોઈને શેરડીનો રસ પિતા જોઈને ડરી રહ્યા હતા.

સ્વાસ્થ્ય કર્મીની આવી મોટી લાપરવાહીના કારણે બીજા લોકો પણ સંક્રમિત થઇ શકે છે. હેરાનીની વાત તો એ છે કે સ્વાસ્થ્ય કર્મી કોરોના સુરક્ષા કવચ તો પહેરેલું છે પરંતુ માસ્ક નથી લગાવ્યું. આ વાતથી નારાજ ત્યાં હાજર રહેલા વ્યક્તિએ તેમની આ હરકતને મોબાઈલમાં વીડિયો બનાવીને કેદ કરી લીધી. જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તમે પણ જુઓ આ લાપરવાહીનો વીડિયો.