ખબર

ફાઇઝર વેક્સીનના કારણે એક હેલ્થ વર્કરનું મૃત્યુ, બીજા દેશોમાંથી પણ આવી રહ્યા છે સાઈડ ઈફેક્ટના મામલા

કોરોના વાયરસ સામે લડવામાં WHO તરફથી ફાઇઝર વેક્સિનને દુનિયાભરમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, ત્યારે હવે આ વેક્સિનની સાઈડ ઈફેક્ટના મામલા પણ સામે આવી રહ્યા છે. તો પોર્ટુગલમાં એક હેલ્થ વર્કરનું આ વેક્સિનના કારણે દુનિયા છોડી દીધીના પણ સમાચાર મળ્યા છે.

Image Source

ડેઇલી મેઈલના સમાચાર અનુસાર પોર્ટુગલમાં એક હેલ્થ વર્કરનું ફાઇઝર વેક્સીન લેવાના 48 કલાકની અંદર દુનિયા છોડી દીધી. આ મામલામાં 41 વર્ષીય હેલ્થ વર્કર સોનિયા અસેવેડોમાં વેક્સિનનો શોટ લીધા બાદ કોઈ સાઈડ ઇફેક્ટ પણ જોવા નહોતી મળી અને તેનું અચાનક…

પોર્ટુગલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓન્કોલોજી દ્વારા એક નિવેદન આપીને કહેવામાં આવ્યું છે કે સોનિયાને 30 ડિસેમ્બરના રોજ વેક્સીન આપવામાં આવી હતી અને તેનું 1 જાન્યુઆરીના રોજ અચાનક જ …. સોનિયામાં વેક્સીન લીધા બાદ કોઈ સાઈડ ઇફેક્ટ નજર નહોતી આવી, હવે કારણોની તપાસ ચાલી રહી છે. સોનિયાના હેલ્થ રેકોર્ડ પ્રમાણે તે એકદમ સ્વસ્થ હતી.

બ્રિટેન બાદ ફિનલેન્ડ અને બુલ્ગારિયામાં પણ અમેરિકી કંપની ફાઇઝરની કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટના મામલાઓ સામે આવી રહ્યા છે. આના પહેલા ફિનલેન્ડમાં પણ પાંચ લોકોમાં ગંભીર સાઈડ ઇફેક્ટ જોવા મળ્યા હતા. બ્રિટેનમાં પણ વે હેલ્થ વર્કરમાં આ વેક્સીનના ગંભીર સાઈડ ઇફેક્ટ જોવા મળ્યા હતા.તેણીના પિતા એ કહ્યું, ‘મારે જવાબ જોઈએ છે’