ફિલ્મી દુનિયા

અમિતાભ બચ્ચન અને અભિષેકને લઈને આવ્યા હોસ્પિટલમાંથી મોટા સમાચાર, વાંચો ડોકટરે શું કહ્યું

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં ફેલાયો છે અને આ વાયરસે સામાન્ય માણસથી લઈને મોટા મોટા સેલેબ્રિટીઓને પણ પોતાની ચપેટમાં લઇ લીધા છે. ત્યારે બે દિવસ પહેલા જ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચનના કોરોના પોઝિટિવ આવવાના સમાચારે દેશભરની હલાવીને રાખી દીધો હતો.

Image Source

અમિતાભ બચ્ચન સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. અમિતાભની ઉંમર પણ વધારે છે અને સાથે તેમને લીવરની પણ બીમારી છે જેના કારણે તેમનું ખાસ ધ્યાન રાખવાની પણ ફરજ પડી રહી છે. આ દરમિયાન નાણાવટી હોસ્પિટલ તરફથી એક મહત્વના સમાચાર આવ્યા છે.

નાણાવટી હોસ્પિટલના ડોક્ટર અબ્દુલ સમદ અન્સારી જે હોસ્પિટલમાં ક્રિટિકલ કેરના હેડ છે તેમને જણાવ્યું છે કે: “અમિતાભ અને અભિષેકની હાલત હાલમાં સ્થિર છે. અમિતાભજીની ઉંમર વધારે ખતરા વાળી હોય તેમના ઉપછાર દરમિયાન ખાસ વાતોનું ધ્યાન રાખીએ છીએ.”

Image Source

વધુમાં ડોક્ટર અંસારીએ જણાવ્યું કે: “હાલ બધું જ બરાબર લાગે છે. તેમની સારવાર બરાબર ચાલી રી છે. અમિતાભની હાલત હવે સ્થિર છે , હાલમાં તેમના લક્ષણો પણ ઘણા જ સામાન્ય છે, તેમના બધા જ અંગો ઠીક છે અને અભિષેક પણ હાલમાં ઠીક છે.”

ડોક્ટર અંસારીએ એવું અનુમાન લાગવત જણાવ્યું કે: “પાંચમો દિવસ હોય અમિતાભમાં લક્ષણ દેખાઈ રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓમાં સૌથી વધુ અસર 10માં કે 12માં દિવસે જોવા મળે છે. પરંતુ આ બધામાં એક સરખું હોતું નથી. ઘણા લોકોને સામાન્ય લક્ષણો જ દેખાય છે.”

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ડોક્ટરોએ હાલ અમિતાભ અને અભિષેકની હાલતને સ્થિર જણાવી છે. દેશભરમાં અમિતાભ અને તેમના પરિવાર માટે પ્રાર્થનો ચાલી રહી છે, સોશિયલ મીડિયા દ્વારા પણ અમિતાભ એ બધાનો જ આભાર વ્યક્ત કરી રહ્યા છે તેમજ પોતાના વિષે પણ ચાહકોને માહિતગાર કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.