એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા જ હેલ્થ સેક્રેટરીએ ક્ષણવારનો વિલંબ કર્યા વગર આપ્યું CPR, બચી ગયો જીવ, વીડિયો વાયરલ થતા જ લોકોએ કરી વાહ વાહ.. જુઓ

આ હેલ્થ સેક્રેટરી જેણે ઓફિસની બિલ્ડીંગમાં આવેલા વ્યક્તિને હાર્ટ એટેકે આવતા જ કર્યું એવું કામ કે વીડિયો જોઈને તમે પણ કરશો સલામ.. જુઓ

દેશભરમાં ઠંડીનો માહોલ છે અને ઠંડીના કારણે ઘણા લોકો પરેશાન પણ થઇ રહ્યા છે, ત્યારે આ કડકડતી ઠંડીના કારણે કેટલાક લોકોને હાર્ટ એટેક પણ આવી જતો હોય છે અને તેમના જીવ પણ ચાલ્યા જતા હોય છે. જો આવા સમયે તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવે તો તેમનો જીવ બચાવી શકાય છે. પરંતુ લોકોમાં આજે પણ ઘણી જાણકારીનો અભાવ છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા જ સ્વાસ્થ્ય અધિકારી દ્વારા તેમને તાત્કાલિક CPR આપવામાં આવે છે અને તેનાથી તે વ્યક્તિનો જીવ પણ બચી જાય છે, ત્યારે હવે આ ઘટના સામે આવ્યા બાદ લોકો પણ સ્વાસ્થ્ય અધિકારીના ખુબ જ વખાણ પણ કરી રહ્યા છે.

ચંદીગઢના સ્વાસ્થ્ય સચિવ યશપાલ ગર્ગની ઓફિસની બિલ્ડીંગમાં એક વ્યક્તિ આવ્યો હતો. ત્યારે જ તેને અચાનક હાર્ટ એટેક આવી ગયો. સ્વસ્થ્ય સચિવને ખબર પડવાની સાથે જ તેમણે ક્ષણવારનો પણ વિલંબ કર્યા વગર તેને CPR આપવાનું શરૂ કર્યું. તેમને લગભગ 1 મિનિટ સુધી સીપીઆર આપીને તે વ્યક્તિનો જીવ બચાવી લીધો.

આ વીડિયોને મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલિવાલ દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. તેમને વીડિયોની સાથે ટ્વીટમાં લખ્યું, “એક માણસને હાર્ટ એટેક આવ્યો તો ચંદીગઢના હેલ્થ સેક્રેટરી IAS @garg_yashpalજીએ તરત જ CPR આપીને તે વ્યક્તિનો જીવ બચાવ્યો. તેમના આ કામની જેટલી પ્રસંશા કરવામાં આવે એટલી ઓછી છે. હાર્ટ એટેક આવ્યા બાદ જીવ બચાવી શકાય છે. દરેક માણસે CPR શીખવું જોઈએ.”

Niraj Patel