બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના લાડલો આર્યન ખાન ડગ કેસમાં જમાનત મળ્યા બાદ ઘરે આવી ચૂક્યો છે. મન્નત બહાર ચાહકો અને મન્નતની અંદર પરિવારવાળાએ આર્યન ખાનનું સ્વાગત કર્યુ હતુ. છેલ્લા 28 દિવસ આર્યન ખાન માટે ઘણા મુશ્કેલીભર્યા રહ્યા હતા. જેલમાં વીતાવેલ દિવસો કદાચ તે કયારેય નહિ ભૂલી શકે. આ વાતને આર્યનના પેરેન્ટ્સ શાહરૂખ અને ગૌરી સારી રીતે સમજે છે. શાહરૂખ અને ગૌરી ખાને આર્યન માટે સ્પેશિયલ રૂટિન ચાર્ટ બનાવ્યો છે. આટલી નાની ઉંમરમાં તેણે જેલનું ખાવાનું ખાધુ, વિવાદોમાં આવ્યો.
આ વસ્તુ કોઇની પણ માનસિક સ્થિતિ પર અસર કરી શકે છે. આ માટે આર્યન ખાનની લાઇફ બેક ટૂ નોર્મલ કરવા માટે શાહરૂખ ખાન અને ગૌરી ખાને ખાસ તૈયારી કરી છે. આર્યન ખાન જેલ અને ડગ કેસના ટ્રોમાથી જલ્દી બહાર આવી જાય તે માટે શાહરૂખ અને ગૌરી તેની મદદ કરી રહ્યા છે. બોલિવુડ લાઇફના રીપોર્ટ અનુસાર, આર્યન ખાનના ઘણા હેલ્થ ચેકઅપ થશે. આર્યનના ન્યુટ્રિશન અને તેના સારા ડાયટનું પૂરી રીતે ધ્યાન રાખવામાં આવશે. તેનો બલ્ડ ટેસ્ટ પણ થશે.
જેલમાં રહેવાને કારણે આર્યન ખાનના સ્વાસ્થ્ય પર ઘણી અસર પડી છે. કારણ કે જેલમાં આર્યન ખાને ઠીકથી ખાવાનું પણ નથી ખાધુ. એવામાં ગૌરી ખાનને આર્યનની ખૂબ જ ચિંતા સતાવી રહી છે. આર્યન માટે એક્સપર્ટ ન્યુટ્રિશનિસ્ટની સલાહ પર સ્પેશિયલ ડાયટ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. ફિઝિકલ ચેકઅપ ઉપરાંત આર્યનના માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવશે.
શાહરૂખ અને ગૌરીએ દીકરા માટે કાઉન્સેલિંગ સેશનનું આયોજન કર્યું છે. જેથી તે તેના જીવનના તે આ ચેપ્ટરમાંથી બહાર આવી શકે જેના કારણે તે અંદરથી તૂટી ગયો છે. તેઓ આર્યનને પાર્ટી અને પબ્લિકની નજરથી દૂર રાખવા માંગે છે.
ક્રુઝ શિપ ડગ કેસમાં NCB દ્વારા 2 ઓક્ટોબરે આર્યન ખાનની અટકાયત કરવામાં આવી હતી અને તે બાદ 3 ઓક્ટોબરના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન 28 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ શનિવારે એટલે કે આજે ઘરે પરત ફર્યો હતો.