શિયાળામાં આરોગ્ય માટે ખુબ જ ગુણકારી છે શિંગોડા, તેના ચોંકાવનારા ફાયદાઓ જાણીને તમે પણ લેવા માટે બજારમાં દોડશો

શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. આ ઋતુ એવી છે જેમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ખુબ જ ધ્યાન રાખતા હોય છે. આ દરમિયાન લોકો જિમ અને યોગા કરવાની સાથે સાથે પોતાના આહારનું પણ ખાસ ધ્યાન રાખે છે. સૂકા મેવા, વસાણા જેવી વસ્તુઓ મોટાભાગના ઘરની અંદર ખાવા મળતી હોય છે, ત્યારે આજે અમે તમને એક એવી વસ્તુ જણાવવાના છીએ જે ખાવાના ખુબ જ ફાયદા છે.

એમે વાત કરી રહ્યા છીએ શિંગોડાની. તળાવની અંદર ઉગી નીકળતા આ શિંગોડા ખાવા તો દરેકને પસંદ હોય છે, પરંતુ તે શરીર માટે કેટલા ગુણકારી હોય છે તે વાતની ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ત્યારે આજે અમે તમને શિંગોડાના એવા ચમત્કારિક ફાયદાઓ વિશે જણાવીશું જે આજ પહેલા તમે ક્યારેય નહીં જાણ્યા હોય.

જો ગળામાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો શિંગોડા ખાવાથી ફાયદો થાય છે. ગળામાં ખરાશ કે કાકડાનો સોજો થતો હોય તો શિંગોડાને બાફીને ખાઓ. શિંગોડાનો લોટ દૂધમાં ભેળવી પીવાથી પણ ગળાની સમસ્યામાં ફાયદો થાય છે.

શિંગોડામાં હાજર આયોડિન, મેંગેનીઝ જેવા મિનરલ્સ થાઈરોઈડ અને ગોઈટરના રોગોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

કાચા શિંગોડાનું સેવન કરવાથી પાઈલ્સથી થતા દુ:ખાવો અને રક્તસ્ત્રાવને ઓછો કરવામાં પણ મદદ મળે છે.

સગર્ભાવસ્થા દરમિયાન શિંગોડા ખાવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે. અને કસુવાવડનું જોખમ પણ ઘટાડે છે. આ સિવાય પીરિયડ્સની સમસ્યા પણ શિંગોડા ખાવાથી દૂર થાય છે.

શિંગોડા શરીર માટે મેંગેનીઝને શોષવામાં સક્ષમ છે, જેના કારણે શરીરને મેંગેનીઝનો સંપૂર્ણ લાભ મળે છે. તે પાચનતંત્ર માટે સારું હોવાની સાથે વૃદ્ધાવસ્થામાં થતી અનેક બીમારીઓથી બચાવે છે.

જો એસીડીટીની સમસ્યા હોય અને પેટમાં ગેસ વધુ થઇ રહ્યો હોય તો શિંગોડા ખાવાથી ફાયદો થાય છે. તે એસિડિટી દૂર કરે છે. તે વધુ પડતા પિત્તના ઉત્પાદન અને કબજિયાતની સમસ્યામાં પણ ફાયદાકારક છે. જો ભૂખ ન લાગતી હોય તો શિંગોડા ખાવાથી સારી ભૂખ લાગે છે.

 

Niraj Patel