હેલ્થ

કોઈપણ જાતની દવા વિના થોડા જ સમયમાં કરો પેટની ચરબી ફટાફટ દૂર, માત્ર આ એક ઉપાયથી, શરીરમાં બીજા રોગોથી પણ મળશે મુક્તિ

કોઈ પણ દવા કે ઉપવાસ કર્યા વગર ઝડપથી કમરની ઇંચ ઘટાડો

શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ જરૂરી છે, આજના સમયમાં ઘણા લોકોને પેટની ચરબી વધવાની સમસ્યાઓ થતી જોવા મળે છે, ઘણા લોકો વજન વધવાની સમસ્યાથી પણ હેરાન થતા હોય છે, પરંતુ આ શિયાળાના થોડા દિવસો કસરત કરી અને શરીરને સ્વસ્થ રાખી શકાય છે એવું ઘણા લોકો માનતા હોય છે.

Image Source

વધતા વજન અને પેટની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણા લોકો દવાનો પણ સહારો લેતા હોય છે, પરંતુ એ દવા લાંબાગાળે શરીરમાં આડઅસરો પણ ઉભી કરે છે એ વાત પણ આપણે જાણીએ છીએ ત્યારે આ વધતા વજન, પેટ અને કેટલીક બીમારીઓ જો એક જ ઉપાય દ્વારા ઓછા થઇ જાય તો કેવું સારું? અને એ પણ કોઈપણ જાતની દવા કે જિમમાં કસરત કર્યા વિના. તો ચાલો જાણીએ એ ઉપાય વિશે…

Image Source

પેટની ચરબી દૂર કરવા, વજન ઘટાડવા અને કેટલાક રોગોથી મુક્તિ પામવા માટે સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વજ્રાસન. આ એક આસાન તમારા શરીરને ઘણું બધું ઉપયોગી થઇ શકે છે, ચાલો જાણીએ વજ્રાસનથી તથા ફાયદાઓ.

પાચનશક્તિ વધારે છે:

વજ્રાસન કરતા સમયે શરીરના મધ્યભાગ ઉપર દબાણ આવે છે જે દરમિયાન પેટ અને આંતરડા ઉપર સામાન્ય દબાણ પણ પડે છે, જેથી અપચાની સમસ્યા દૂર થાય છે અને તમારી પાચનશક્તિ પણ વધે છે.

વજન ઘટાડવામાં છે કારગર:

નિયમિત રીતે જો વજ્રાસન કરવામાં આવે તો તેનાથી વજન પણ ઝડપથી ઘટી શકે છે, આ આસાન શરીરમાં મેટાબોલિજ્મને યોગ્ય કરે અને માંસપેશીઓની લચકદાર બનાવે છે, જો તમે પણ તમારા શરીરને એકદમ સ્વસ્થ અને તમારી સુંદર ફિગર ઇચ્છતા હોય તો આ આસાન ઘણું જ ઉપયોગી બનશે.

Image Source

તણાવ થાય છે દૂર:

વજ્રાસન કરવાના કારણે કમર અને પગની માંસપેશીઓનો તણાવ દૂર થાય છે અને  સાંધા ખુલે છે, દિવસ દરમિયાન વધારે પડતા ચાલવા કે બેસી રહેવા અથવા ઊભા રહ્યા બાદ જો આસાન કરવામાં આવે તો તમને આરામનો અનુભવ થાય છે.

Image Source

રોગોથી રાખે છે દૂર:

નિયમિત રીતે વજ્રાસન કરવાથી સાંધાઓ, વેરીકોઝ વેન્સ, સાંધાના દુખાવા જેવા રોગોથી લડવામાં મદદગાર બને છે, આ સિવાય માંસપેશીઓથી જોડાયેલી સમસ્યામાં પણ વજ્રાસન રાહત આપે છે.

શ્વાસ સંબંધી સમસ્યાઓ થાય છે દૂર:
વજ્રાસન નિયમિત રૂપે કરવાથી ઊંડા શ્વાચ્છોશ્વાસની ક્રિયા થાય છે, આ ક્રિયા દ્વારા શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે. આ આસન જો નિયમિતરૂપે કરવામાં આવે તો શ્વસન પ્રક્રિયામાં પણ ફાયદો થાય છે.

Image Source

વજ્રાસન કરવાની રીત:

વજ્રાસન કરવા માટે સૌ પ્રથમ પોતાના ઘૂંટણને વાળી, પંજાના ભાર ઉપર સીધા બેસો.

બંને પગના અંગુઠા એકબીજા સાથે મેળવા જોઈએ અને એડીઓ વચ્ચે થોડી જગ્યા હોવી જોઈએ.

શરીરનું બધું જ વજન પગ ઉપર આવવા દો અને બંને હાથને પોતાની જાંઘ ઉપર રાખી દેવા.

તમારી કમરથી ઉપરનો ભાગ એકદમ સીધો હોવો જોઈએ.

થોડીવાર સુધી આજ અવસ્થામાં બેસી લાંબા શ્વાસ લેવા.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.