હેલ્થ

ભૂલથી પણ મગફળીના ફાયદાઓને અવગણશો નહિ, વજન ઘટાડવા સહિત કરે છે આ બીમારીઓ દૂર

શિયાળામાં, બાળકોથી લઈને વડીલો સુધી સૌ મગફળી ખાવાનું પસંદ કરે છે. એનર્જી, ફેટ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન અને ઘણા બધા મિનરલ્સથી ભરપૂર મગફળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. પરંતુ આ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે. તેનું સેવન કરવાથી તમને કાજુ-બદામ કરતા 10 ગણા વધારે ફાયદા થાય છે, પરંતુ તમારે મગફળી કેવી રીતે ખાવી તે જાણવું જોઈએ.

Image Source

મોટાભાગના લોકો તેને ફક્ત સ્વાદ માટે જ ખાય છે પરંતુ મગફળીના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો. મગફળીમાં આરોગ્યનો ખજાનો હોય છે. તેમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે. જે શારીરિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો તમે કોઈપણ કારણોસર દૂધ નથી પી શકતા, તો મગફળીનું સેવન કરવું એ એક સારો વિકલ્પ છે. આજે અમે તમને મગફળીના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ, જેથી તમે મગફળીમાંથી ભરપૂર માત્રામાં મળતા આયર્ન, કેલ્શિયમ અને ઝીંકના ફાયદા લઇ શકો, તેમજ વિટામિન ઇ અને વિટામિન બી6ની મદદથી શરીરને મજબુત બનાવી શકો.

Image Source

મગફળીની તાસીર ગરમ હોય છે, તેથી તે હંમેશાં શિયાળામાં જ આવે છે. મગફળીને ઠંડીમાં ખાવી એ ઉત્તમ સમય છે. મગફળી કુદરતી રીતે ગરમ હોય છે, તેથી રોજ તેનું સેવન કરો, પરંતુ માત્ર મર્યાદિત માત્રામાં. કારણ કે વધુ મગફળીનું સેવન કરવાથી અનેક રોગોનું જોખમ વધી પણ શકે છે.

મગફળી ખાવાની રીત

Image Source

– પલાળીને મગફળી ખાવાના ફાયદા
મગફળીને પલાળીને ખાવાથી તેમાં રહેલા પોષક તત્ત્વો શરીરમાં સંપૂર્ણ રીતે સમાઈ જાય છે, તેથી નિષ્ણાતો પણ પલાળીને મગફળી ખાવાની ભલામણ કરે છે. તમે તેને સલાડમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.

Image Source

– ગોળ અને મગફળી ખાવાથી ફાયદા
એક સંશોધન મુજબ મગફળી અને ગોળ શિયાળામાં ખૂબ ફાયદાકારક હોય છે. કદાચ તેથી જ નિષ્ણાતો ઠંડીમાં મગફળી સાથે ગોળ ખાવાની ભલામણ કરે છે. મગફળી અને ગોળ બંનેમાં ઘણું આયર્ન હોય છે, જે રક્ત પરિભ્રમણને બરાબર રાખવામાં મદદ કરે છે અને હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે. આ સિવાય જે લોકોને લોહીની કમી હોય છે, તેમને મગફળીની સાથે ગોળ ખાવાથી ફાયદો થાય છે.

Image Source

– મગફળીના ગુણધર્મો
મગફળી માત્ર રોગો સામે રક્ષણ જ નથી આપતી, પણ તેનાથી મગજ અને આંખો પણ તેજ થાય છે. 100 ગ્રામ મગફળીમાં 567 કેલરી, 49 ગ્રામ ચરબી, 0 મિલિગ્રામ કોલેસ્ટરોલ, 18 મિલિગ્રામ સોડિયમ, 705 મિલિગ્રામ પોટેશિયમ, 16 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 9 ગ્રામ ડાયેટરી ફાઇબર, 4 ગ્રામ ખાંડ, 26 ગ્રામ પ્રોટીન, 9% કેલ્શિયમ, 15% વિટામિન બી 6, 42% મેગ્નેશિયમ અને 25% આયર્ન ધરાવે છે.

મગફળી ખાવાના ફાયદા –

Image Source

– ડિપ્રેશન માટે
મગફળીનું સેવન ડિપ્રેશનના નિવારણ અને સારવાર માટે સારું હોય છે. મગફળીમાં ટ્રિપ્ટોફન નામના એમિનોએસિડ હોય છે. જે મૂડ સુધારવાવાળા હોર્મોન સેરોટોનિનના સ્ત્રાવને વધારે છે. જેના કારણે મૂડ સારો થાય છે અને મન શાંત થાય છે.

– હૃદયને રાખે સ્વસ્થ
હૃદય માટે મગફળી ખાવી ખૂબ જ સારું માનવામાં આવે છે. મગફળી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. મગફળી પેટના કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ફન્ગલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઘટાડે છે.

Image Source

– શારીરિક વિકાસ માટે
વધતા બાળકોના સારા વિકાસ માટે તેઓને મગફળીનું સેવન કરાવવું જ જોઇએ. મગફળીમાં શરીર માટે જરૂરી એમિનો એસિડ અને પ્રોટીન ઘણી માત્રામાં જોવા મળે છે. જે શરીરના વિકાસ માટે સારા છે.

– ગર્ભાવસ્થા માટે
સગર્ભા સ્ત્રીઓ માટે મગફળીનું સેવન ફાયદાકારક છે. મગફળી ખાવાથી, ગર્ભાશયમાં રહેલા બાળકનો વધુ સારી રીતે વિકાસ થાય છે. મગફળી મગજ અને શરીરના વિકાસમાં ખૂબ જ ફાયદાકારક હોવાને લીધે બાળક સ્વસ્થ પણ રહે છે.

Image Source

– સ્વસ્થ મગજ માટે
મગફળીમાંથી મળતું વિટામિન બી3 મગજને તેજ કરે છે. યાદશક્તિ વધારે છે, આ સાથે, એમાંનું રેઝવેરાટ્રોલ નામનું ફ્લેવોનોઇડ તત્વ મગજમાં લોહીના પ્રવાહમાં 30% વધારો કરે છે. જેનાથી મગજ સ્વસ્થ રહે છે. મગજમાં લોહીના પ્રવાહને વધારે છે જેનાથી અલ્ઝાઇમર્સ જેવા રોગોથી પણ બચી શકાય છે.

– વજન ઘટાડવા માટે
મગફળીમાં પ્રોટીન અને ફાઈબર ભરપુર પ્રમાણમાં હોય છે. તે એનર્જીનો સારો સ્રોત પણ છે. તેથી, તેને ખાવાથી જલ્દી ભૂખ લગતી નથી. આ બંને પોષક તત્વો ભૂખ ઓછી કરે છે. તેથી બે સમયના ભોજનની વચ્ચે થોડી મગફળી ખાવાથી ભૂખ ઓછી લાગે છે. જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. મગફળીના દૈનિક સેવનથી વજન જલ્દી ઘટાડી શકાય છે.

Image Source

– ત્વચા રોગ માટે
મગફળીમાં વિટામિન ઇ હોય છે. જે ત્વચાને ગ્લો આપે છે અને ત્વચાને શુષ્કતા જેવી તકલીફોથી દૂર રાખે છે. ઓમેગા 6થી સમૃદ્ધ મગફળી ત્વચાને નરમ અને ભેજવાળી પણ રાખે છે. ઘણા લોકો મગફળીની પેસ્ટનો ઉપયોગ ફેસપેક તરીકે પણ કરે છે.

– કેન્સરની ઘટાડે શક્યતા
મગફળીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, કોલેટ, કેલ્શિયમ અને ઝીંક જેવા તત્વો શરીરના કોષોને કેન્સરના કોષો સામે લડવામાં મદદ કરે છે. એટલા માટે રોજ મગફળીનું સેવન કરવું જોઈએ.

Image Source

– શરદી માટે મગફળીના ફાયદા
મગફળી શરદી માટે ફાયદાકારક છે. શિયાળામાં મગફળી ખાવાથી તમારું શરીર ગરમ રહેશે. જે શરદી અને ખાંસી માટે ઉપયોગી છે.

– કરચલીઓ દૂર કરવા માટે
વૃદ્ધાવસ્થાના લક્ષણોને રોકવા માટે પણ મગફળીનું સેવન કરવામાં આવે છે. તેમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ્સ વૃદ્ધત્વના સંકેતોને અટકાવે છે જેમ કે ફાઇન લાઇન અને કરચલીઓ બનવાથી રોકે છે, અને મગફળી ખાવાથી હૃદય સાથે જોડાયેલા રોગોનું જોખમ ઓછું થાય છે.

Image Source

– ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે
મગફળી ખાવાથી ડાયાબિટીસ થવાની શક્યતા ઘટે છે. મગફળીમાં હાજર મેન્ગેનીઝ નામનું તત્વ બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે, શરીરમાં કેલ્શિયમને વધારવામાં મદદ કરે છે અને મેટાબોલિઝ્મ વધારે છે.

– બ્લડ સર્ક્યુલેશન સારું કરે
રોજ મગફળી ખાવાથી શરીરમાં ગરમી વધે છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશ સારું બની રહે છે અને એના કારણે હૃદય સ્વસ્થ બની રહે છે. આટલું જ નહીં, મગફળીના સેવનથી હાર્ટએટેકનો ખતરો પણ ઓછો થાય છે અને હૃદય સંબંધિત બીમારીઓની શક્યતા પણ ઘટે છે.

Image Source

– મસલ્સ માટે
જો તમે જોરદાર મસલ્સ બનાવવા ઈચ્છો છો તો રોજ પલાળેલી મગફળી સાથે દૂધ પીવો. આમ કરવાથી તમારા મસલ્સ વધવાના શરુ થઇ જશે.

– મજબૂત કરે પાચનશક્તિ અને ઇમ્યુન સિસ્ટમ
મગફળીમાં ભરપૂર ફાયબર અને અન્ય પોષક તત્વો હોય છે, જેના કારણે પાચનતંત્ર અને ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. આને કારણે તમે શરદી-ખાંસી અને કબજિયાત જેવી બીમારીથી બચીને રહો છો.

Image Source

– મજબૂત હાડકાં અને તાકાત માટે
મગફળી ખાવાથી શરીરને તાકાત મળે છે. આ સિવાય ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી રાખવામાં પણ મદદગાર છે. મગફળીમાં આયર્ન અને કેલ્શિયમનું પ્રમાણ લોહીમાં ઓક્સિજનના પ્રવાહ અને હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે. આવી સ્થિતિમાં, તેના સેવનથી હાડકાં મજબૂત બને છે. તમામ પોષણ સંબંધિત જરૂરિયાતોને પહોંચી વળવા સક્ષમ છે. વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓકિસડન્ટોને લીધે મગફળી શરીરને એનર્જી આપે છે.

Image Source

– દૂર કરે લોહીની કમી
આયર્નથી ભરપૂર હોવાના કારણે મગફળીનું સેવન એનિમિયાની તકલીફથી બચાવે છે. જો પલાળેલી મગફળી બીજા ફણગાવેલા અનાજ સાથે ખાવાથી વધુ ફાયદો થાય છે અને તેને ગોળની સાથે ખાવાથી શરીરમાં લોહી વધે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.