લીમડાના પાન છે ખૂબ જ ફાયદાકારક, રોજ કરો સેવન અને ભગાવો આ બીમારીઓ, જાણો

હોસ્પિટલમાં લાખોના બિલ ભરવા છે? કે સ્વસ્થ રહેવું છે? આ ફાયદા વાંચી લો

તમે એ તો જાણતા જ હશો કે જે વસ્તુનો સ્વાદ કડવો લાગે છે, ખરેખર તો એ જ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ લિસ્ટમાં સામેલ કારેલા, ગ્રીન ટી, કોફી, કોકો અને નીમ સામેલ છે. ઓષધીય ગુણોથી ભરેલ નીમ સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક છે.

નીમ શરીર માટે ઘણુ ગુણકારી અને ફાયદેમંદ છે. આયુર્વેદમાં પણ હજારો વર્ષોથી દવા બનાવવા નીમનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં રોજ નીમના પત્તાં ચાવવાથી સ્વાસ્થ્ય ખૂબ જ સારુ રહે છે અને અનેક રોગોથી છૂટકારો પણ મળે છે.

Image source

નીમ જેને જડી બુટ્ટીના રૂપમાં માનવામાં આવે છે. નીમ લોહીને સાફ કરે છે અને જેરીલા ત્તત્વોને બહાર નીકાળવામાં મદદ કરે છેે. નીમમાં ફંગસ, વાયરસ અને બેક્ટિરિયા સાથે લડવાની ક્ષમતા હોય છે. તે તેના એંટીકેંસર ગુણો માટે જાણવામાં આવે છે.

નીમનું ઝાડ સરળતાથી ગામોમાં અને શહેરોમાં બધે મળી જાય છે. તમે તેના પત્તાનું સેવન સરળતાથી કરી શકો છો. લોકો મચ્છર ભગાવવા માટે નીમના પત્તાનો ધુમાડો કરે છે. આ સાથે કેટલાક લોકો વિભિન્ન પ્રકારના ચામડીના રોગોથી બચવા માટે તેના પાણીથી ન્હાય છે.

Image source

નીમની છાલનો ઉપયોગ મેલેરિયા, પેટ, ચામડીના રોગ, તાવ અને અનેક રોગોને ઠીક કરવામાં મદદ કરે છે. નીમમાં રસાયણની ખાણ છે. એક રિસર્ચ અનુસાર, નીમના પત્તા અર્ક દાંત અને મસૂડો પર 6 સપ્તાહ સુધી રોજ લગાવવાથી દાંત પર જમા થયેલ મેલને ઓછો કરવામાં મદદ કરે છે. તે મોંમાં રહેલ બેક્ટેરિયાની સંખ્યાને પણ ઓછી કરે છે.

Image source

જો તમે નીમના પત્તાનું સેવન કરવા ના ઇચ્છતા હોય તો તેની ચટણી બનાવી શકો છો અને રોજ સવારે ખાવાથી તમે બધા વાયરસ અને બેક્ટેરિયાથી પણ બચી શકો છો.

હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આ દરમિયાન નીમનું સેવન કરવું ખૂબ ફાયદાકારક રહે છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યુ છે કે, ચૈત્ર માસમાં નીમના પત્તાનું સેવન કરવું જોઇએ, જે વર્ષ સુધી બીમારીને દૂર રાખવામાં મદદ કરે છે.

Image source

નીમના પત્તાને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો કેંસરથી બચાવવામાં મદદ કરે છેે. તેમજ ખાલી પેટ નીમને ચાવવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક થઇ શકે છે. તે પેટની સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદ કરે છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!