દરેક સીઝનમાં મળનારી આ વસ્તુ રાખે છે બીમારીઓથી દૂર, તમે પણ આજથી જ તેનો ઉપયોગ શરૂ કરી દો

આ ફળના એટલા ફાયદા છે કે ગણી ગણીને થાકી જશો

આયુર્વેદ પાસે દરેક બીમારીનું સમાધાન છે. આજે જમાનો ખુબ આગળ વધી ગયો છે અને તેમાં પણ બજારની અંદર દરેક પ્રકારના રોગો માટે દવાઓ ઉપલબ્ધ છે, આ દવાઓ કારગર પણ સાબિત થાય છે, પરંતુ સાથે સાથે તેની બીજી ઘણી સાઈડ ઇફેક્ટ પણ જોવા મળે છે. પરંતુ આયુર્વેદીય ઔષધિ ઉપચાર માટે સર્વશ્રેષ્ઠ છે. તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી અને બીમારીઓને પણ જડમુળથી દૂર કરે છે.

આવી જ એક ઔષધિ આપણી આસપાસ બારેમાસ મળી રહી છે. મોટાભાગે ગામડાઓની અંદર આ ઔષધિ મોટા પ્રમાણમાં મળે છે. જેને આપણે પીલુડી કહીએ છીએ. હિન્દીમાં આ ઔષધિને મકોય કહેવામાં આવે છે. પીલુડી શરીરના ઘણા રોગો માટે લાભદાયક છે. ચાલો જોઈએ તેના ફાયદાઓ.

વાળ કાળા કરવામાં લાભકારક:
પીલુડીના બીજમાંથી તૈયાર કરવામાં આવેલા તેલના 2-3 ટીપા નાકમાં પાડવાથી વાળ કાળા અને મજબૂત બને છે. પીલુડી ખાવાથી પણ વાળમાં ફાયદો થાય છે.

આંખોની સમસ્યા કરે છે દૂર:
પીલુડીના ફળને ઘીમાં ભેળવી લેવા. અને તેનું ધૂપ કરીને આંખોમાં લેવાથી આંખોની અંદર રહેલા કીડા ખતમ થઇ જાય છે અને આંખોની પીડા પણ દૂર થાય છે.

દુઃખાવામાં આપે છે રાહત:
પીલુડીના પાનના રસને ગરમ કરી લેવો. તેના બે બે ટીપા કાનમાં નાખવાથી કાન અને નાકમાં થતા દુઃખાવાથી રાહત મળે છે.

મોઢામાં પાળેલા છાલા માટે ફાયદાકારક:
જો તમને મોઢાની અંદર ગરમીના કારણે છાલા પડી જતા હોય તો પુલુડીનાં પાન ચાવવાથી તેમાં ઘણો જ ફાયદો થશે.

બાળકોના દાંત નીકળવાની તકલીફમાં આપે છે રાહત:
પીલુડીના પાનના રસમાં ઘી અથવા તો તેલ બરાબર માત્રામાં ભેળવી લેવું. તેને પેઢા ઉપર માલીસ કરવાથી બાળકોના દાંત દુઃખાવા વગર જ બહાર આવી જાય છે.

ઉધરસમાં છે લાભકારક:
પીલુડીના ફળ અથવા તો ફૂલનો ઉકાળો (10-30 મિલીગ્રામ)નું સેવન કરવું. તેનાથી તમને ઉધરસ અને નાકમાં સોજા જેવી તકલીફોમાં રાહત મળશે.

ઉલ્ટીમાં આપે છે રાહત:
પીલુડીના 10-15 મિલી રસમાં 125-250 મિલિગ્રામ ફટકડી મિક્સ કરી લેવી. આ મિશ્રણને પીવાથી ઉલ્ટીની સમસ્યામાં રાહત મળે છે.

કમળાના દર્દીઓ માટે છે ફાયદાકારક:
20-30 ગ્રામ પીલુડીના ઉકાળાની અંદર હળદરનું 2-5 ગ્રામ ચૂર્ણ નાખીને પીવાથી કમળાના દર્દીઓને સારો ફાયદો થાય છે.

હૃદય રોગમાં ફાયદાકારક:
પીલુડીના પાન, ફળ અને ડાળખાં અલગ કરી લેવા. તેને 2થી 8 ગ્રામની માત્રામાં દિવસમાં 2-3 વાર લેવાથી હૃદય રોગમાં લાભ થાય છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

Niraj Patel