આયુર્વેદમાં ઘણા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. રોજિંદા જીવનમાં વપરાતા મસાલા ઘણી બીમારીનો રામબાણ ઈલાજ છે. આયુર્વેદમાં કેસરનું પણ મહત્વ જણાવવામાં આવ્યું છે. કેસરને દુનિયાના સૌથી મોંઘા મસાલા પૈકી એક માનવામાં આવે છે. કેસરનો ઉપયોગ દૂધ અને દૂધથી બનતી વાનગીમાં થાય છે. કેસરમાં એવા ગુણ છે જે ખતરનાક બીમારી સામે રક્ષણ આપે છે.

કેસરમાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન-સી, પોટેશીયમ, આયર્ન, મૈગનીઝ, વિટામિન એ જેવા પોષક તત્વ હોય છે. જે તમને સ્વસ્થ રહેવાની સાથે-સાથે યુવાન રાખવામાં મદદરૂપ થાય છે.
કેસરમાં ક્રોસીન, કોલોરેક્ટલ જેવા ગુણ હોય છે જે કેન્સરના વધતું રોકે છે. કેસરના સેવનની સૌથી વધુ અસર પ્રોસ્ટેટ અને સ્કિન કેન્સર પર પડે છે.
આજના આ યુગમાં આપણી આજુબાજુમાં રહેતા ઘણા લોકોને વધુ તણાવ અને થાકને કારણે ઊંઘ ના આવવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ સમયે કેસરવાળું દૂધ પીવું ફાયદાકારક છે. રિસર્ચ અનુસાર કેસરમાં હાજર રહેલા ક્રોસીન ઊંઘ વધારવામાં મદદરૂપ થાય છે.

બાળકોના બદલાતી જતી મોસમે કારણે ઠંડી લાગે છે. તે સમયે કેસર ઘણું કારગત સાબિત થઇ શકે છે. આ માટે બાળકોને કેસર અને દૂધનો લેપ બનાવો અને છાતી પર લગાવવાથી બાળકોને ઠંડી નથી લાગતી.
કેસરમાં એવા ગુણ હોય છે જે શરદી અને ઠંડીની સમસ્યાને ખતમ કરી દે છે. આ માટે કેસરનું સેવન કરો.
સંધિવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેસરનો ઉપયોગ કરી શકાય છે. કેસરમાંથી મળતું ક્રોસેટિન શરીરના સોજાને ઘટાડવામાં મદદ કરે છે. કેસરનું સેવન કરવા સિવાય કેસરના પાંદડાની પેસ્ટ બનાવી સાંધા પર લગાવો.

જો જે લોકો વારંવાર માથાના દુખાવાથી પરેશાન રહેતા હોય તે લોકોએ ઘીમાં કેસર, અને ખાંડ નાખીને ગરમ કરી લો. આ બાદ આ ઘીના એકથી બે ટીપા નાકમાં નાખો. આ ઉપાય કરવાથી તમને ગણતરીની મિનિટમાં જ માથાનો દુખાવો દૂર થઇ જશે.
જે લોકોને પેટની સમસ્યા હોય તેને 500 ગ્રામ તજ પાવડરમાં 65 ગ્રામ કેસર મિક્સ કરી નાની-નાની ગોળી બનાવી લો. સરરોજ સવારે-સાંજે આ 1-1 ગોળીનું સેવન કરો, જેનાથી તમને ફાયદો થશે.

જે લોકો અલ્સરની બીમારીથી પીડાતા હોય તે લોકોએ કેસરનું સેવન કરવું જોઈએ. કેસરમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફેલેમેટ્રી ગુણ હોય છે જે પાંચન તંત્રને ઠીક કરવામાં મદદરૂપ થાય છે.