હેલ્થ

સ્વાસ્થ્ય માટે લાભદાયી છે રાતે સુતા પહેલા 1 ચમચી મધનું સેવન, જાણો કયા-કયા લાભ થાય છે

આપણે મધ તો ખાતા જ હોઈશું પણ શું આપણે જાણીએ છીએ કે મધથી સ્વાસ્થ્યને કેટલા ફાયદાઓ થાય છે? આપણા આયુર્વેદમાં મધને એક ઔષધ માનવામાં આવે છે. વર્ષોથી આપણા પૂર્વજો પણ મધનો ઉપયોગ કરતા આવ્યા છે. સામાન્ય રીતે આપણા દરેકના રસોડામાં મધ હોય જ છે. આપણામાંથી પણ ઘણા લોકો જાણતા જ હશે કે મધ આપણા સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક છે.

Image Source

આપણને પણ નાના હતા ત્યારે શરદી-ખાંસી કે કફ થઇ જતો ત્યારે મમ્મી મધ ચટાડતી, જેણેથી આપણને ખાંસીમાં રાહત મળતી. ત્યારે આપણે પણ ડાયેટ કરતા હોઈએ છીએ ત્યારે ખાંડના બદલે મધ જ ખાઈ છીએ ને!

ત્યારે હવે તો વિજ્ઞાન પણ આપણા પૂર્વજોએ મધના જે લાભો જણાવ્યા છે, એ વિશેની પુષ્ટિ કરી જ રહ્યું છે. તો આજે અમે તમને જણાવીશું કે મધથી આપણા સ્વાસ્થ્યને કયા-કયા લાભો થાય છે.

Image Source

પથારીમાં પેશાબ થઇ જવાની સમસ્યા –
મોટેભાગના બાળકો રાતે ઊંઘતા હોય ત્યારે પથારીમાં પેશાબ કરી લેતા હોય છે. ત્યારે આ સમસ્યાથી પીડાતા બાળકોને જો રોજ રાતે 1 ચમચી મધનું સેવન કરાવવામાં આવે તો તેઓને આ સમસ્યાથી મુક્તિ મળી શકે છે.

કબજિયાતની સમસ્યા –
આપણા અનિયમિત ખાન-પાનના કારણે મોટાભાગના લોકો કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય છે, ત્યારે આવા લોકો માટે મધ એક ઔષધિરૂપ સાબિત થાય છે. જો રોજ રાતે ઊંઘતા પહેલા 1 ચમચી મધનું સેવન કરવામાં આવે તો  પેટમાં થતી કબજિયાત જેવી સમસ્યામાંથી મુક્તિ મળે છે.

Image Source

રોગપ્રતિકારક શક્તિ વધારે –
રોજ સવારે ખાલી પેટે 1 કપ દૂધમાં 1 ચમચી મધ ઉમેરીને સેવન કરવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

બ્લડપ્રેશરથી છુટકારો –
રોજ સવાર અને સાંજ એમ દિવસમાં 2 વાર 2 ચમચી મધમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરીને પીવાથી હાઈ બ્લડપ્રેશરમાંથી છુટકારો મળે છે.

કાનની સમસ્યાથી છુટકારો –
ઘણીવાર લોકોને કાનને લગતી સમસ્યાઓ થઇ જાય છે, ત્યારે આ સમસ્યાથી રાહત મેળવવા માટે 2-3 ટીપાં મધ નાખવાથી કાનને લગતી સમસ્યાઓ દૂર થાય છે.

Image Source

માથાના દુઃખાવાની સમસ્યા –
જો તમને માથાના દુઃખાવાની સમસ્યા હોય તો રાતે ઊંઘતા પહેલા 1 ચમચી ઘીમાં અડધી ચમચી મધ મિક્સ કરીને તૈયાર કરેલો લેપને માથા પર લગાવવાથી માથાના દુઃખાવાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

માઈગ્રેનની તકલીફ –
માઈગ્રેનની સમસ્યા એવી સમસ્યા છે કે જેનાથી પીડાતા વ્યક્તિને સૂર્યોદયની સાથે માથાનો દુઃખાવો શરુ થાય અને સૂર્યાસ્ત સાથે દુઃખાવો ઓછો થઇ જાય ત્યારે આવા લોકોએ નાકના નસ્કોરામાં એક ટીપું મધ નાખવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે.

Image Source

ઊંઘ ન આવવાની સમસ્યા –
જો કોઈ વ્યક્તિ ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડિત હોય તો આવા લોકો માટે મધ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. રોજ રાતે ઊંઘતા પહેલા 1 ચમચી મધનું સેવન કરી લેવું, આવું 1 મહિના સુધી નિયમિત રીતે કરવાથી ઊંઘ ન આવવાની સમસ્યાથી છુટકારો મળે છે.

નસકોરા બોલવાની તકલીફ –
ઘણા લોકો નસકોરાની સમસ્યાથી પીડિત હોય છે ત્યારે આ બોલતા નસકોરાંના અવાજને કારણે આસપાસના લોકોને પણ તકલીફ થાય છે. તો આવા લોકોએ રોજ રાતે ઊંઘતા પહેલા 1 ચમચી મધનું સેવન કરવું જોઈએ, જેનાથી નસકોરા બોલવાની સમસ્યાથી છુટકારો મળે છે.

નોંધ: મધના વધુ પડતા સેવનથી પણ સમસ્યાઓ થઇ શકે છે, માટે સાવચેતી રાખવી અને ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks