હેલ્થ

રસોડામાં રહેલી આ એક જ વસ્તુથી મળશે શરદી, ઉધરસ, ગેસ, અપચો જેવી બધી જ સમસ્યામાં રાહત

આપણા દરેકના ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે કે જેનો ઉપયોગ આપણે ઔષધિઓ તરીકે કરી શકીએ છીએ. આવી જ એક વસ્તુ છે જે દરેક રસોડામાં હોય છે અને ઘણા કામની છે, એ છે વરિયાળી.

વરિયાળીનો સામાન્ય રીતે ઉપયોગ મુખવાસ તરીકે કરવામાં આવે છે. વરિયાળી ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. વરિયાળી ઘણી રીતે આપણા શરીરને લાભ કરે છે. વરિયાળીનું સેવન ઘણી બીમારીઓને દૂર કરી શકે છે. વરિયાળીને જુદી-જુદી રીતે લેવાથી જુદા-જુદા લાભો થાય છે, તો ચાલો આજે જોઈએ કે વરિયાળીનો ઉપયોગ કેવી રીતે કરવો –

Image Source

રોજિંદા રસોઈમાં વરિયાળીનો ઉપયોગ કરવો જોઈએ.

વરિયાળીનો શરબત બનાવીને પીવાથી એસીડીટી અને પેટમાં બળતરા જેવી સમસ્યા દૂર થાય છે.

જે લોકોને ઉલટી-ઉબકાની તકલીફ હોય, એમના માટે વરિયાળી ઉત્તમ ઔષધિ છે. વરિયાળીના પાનનો રસ ઉમેરીને પીવાથી આ સમસ્યાઓ દૂર થાય છે.

Image Source

જો પેટની તકલીફ હોય તો વરિયાળીને પીસીને પાવડર બનાવી લેવો અને રોજ સવારે આ પાવડરનું પાણી સાથે સેવન કરવાથી કબજિયાત, એસિડીટીની સમસ્યા દૂર થાય છે.

વધારે ભૂખ લાગવા પર અને ઓવર ઈટિંગની સમસ્યા હોય તો એ લોકોએ વરિયાળીના પાવડરને દહીંમાં ઉમેરીને દિવસમાં ત્રણવાર ખાવું જોઈએ. આનાથી આ પ્રકારની સમસ્યા દૂર થાય છે.

Image Source

જે લોકોને વારંવાર શરદીની તકલીફ થતી હોય એ લોકોએ વરિયાળી અને લવિંગનો ઉકાળો બનાવીને પીવો જોઈએ.

અપચાની તકલીફવાળી વ્યક્તિએ વરિયાળીને પાણીમાં ઉલાકીને આ પાણીને હૂંફાળું હોય ત્યારે જ પીવું જોઈએ.

ઉનાળામાં વરિયાળીની પીસીને તેનો લેપ માથા પર લગાવવાથી શરીરની ગરમી દૂર થાય છે.

Image Source

ધ્રૂમપાનની આદત છોડવી હોય તો પણ વરિયાળીનું સેવન કરવી જોઈએ. વરિયાળીમાં ઘી મિક્સ કરીને પીવાથી ધ્રુમપાન કરવાની ઈચ્છા દૂર થાય છે.

યાદશક્તિ વધારવા માટે વરિયાળી અને સાકરને એક સમાન પ્રમાણમાં મિક્સ કરીને ચૂર્ણ બનાવીને રોજ સવારે અને રાતે આ ચૂરણનું સેવન કરવું જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.