હેલ્થ

વજન ઘટાડવા ઉપરાંત વધારે છે આંખોની દ્રષ્ટિ, રોજ ખાઓ એક કેળુ, જાણો તેના અન્ય ઘણા ફાયદા

આપણે ત્યાં ઘણા એવા લોકો છે જે વજન ઓછું કરવા માંગે છે અને એ માટે ઘણી મહેનત પણ કરતા હોય છે. પણ તેઓ પોતાના આહાર પર પૂરતું ધ્યાન નથી આપી શકતા જેને કારણે તેમને વધુ ખાસ ફાયદો થતો નથી. ત્યારે આપણને ડાયટિશયન પણ કહે છે કે આપણે આપણા આહાર પર ધ્યાન આપવું જોઈએ. ત્યારે આજે અમે પણ તમને એક એવી જ વસ્તુ વિશે જણાવીશું કે જો તમે વજન ઘટાડવા માંગતા હોવ અને આ વસ્તુ ન ખાતા હોવ તો કોઈ ખાસ ફાયદો થતો નથી. અહીં વાત થઇ રહી છે કેળાની, જો તમે વજન ઘટાડવા માંગતા હોવ અને કેળા જ ન ખાતા હોવ તો એ તદ્દન ખોટું કહેવાશે.

Image Source

ત્યારે આજે તમને જણાવીએ કેળા ખાવાના કેટલા ફાયદા થાય છે –

વજન ઘટાડવામાં મદદરૂપ છે કેળા –

જો તમે કેળા ન ખાતા હોવ તો ખાવાનું શરૂ કરો. કારણ કે કેળાથી તમે તમારા વધતા વજનને નિયંત્રિત કરી શકો છો. મેદસ્વીતા શરીરની સુંદરતા બગાડે છે. વજન વધવાથી ઘણા રોગો પણ થાય છે. વજન ઓછું કરવા માટે લોકો કેટલા ઉપાય કરે છે. વિવિધ આહાર અપનાવે છે, પરંતુ આ બધાથી વજન ઓછું થતું નથી, પરંતુ શરીરને નુકસાન થવાનું શરૂ થાય છે.

Image Source

તમારે ફક્ત સવારે કેળું ખાઈને ગરમ પાણી પીવાનું છે. તેનાથી પણ ઘણું વજન ઓછું થાય છે. એનાથી કોઈ ફરક નહિ પડે કે તમે દિવસ દરમ્યાન તમે શું ખાઓ છો, પણ જો સવારે નાસ્તામાં પેટ ભરીને કેળા અને ગરમ પાણી પીતા હોવ તો બધું બરાબર થઈ જાય છે.

કેળા વજન ઓછું કરવામાં મદદ કરે છે. કેળામાં હાજર ડાયેટરી ફાઇબર ડાયજેસ્ટિવ સિસ્ટમને ભરેલું રાખે છે, જેનાથી ભૂખ ઓછી લાગે છે. ઉપરાંત, તેમાં રહેલા વિટામિન મેટાબોલિઝમમાં સુધારો કરીને મેદસ્વીપણાથી દૂર રાખે છે.

Image Source

એટલું જ નહીં, દરરોજ એક કેળું ખાવાથી અંધત્વનું જોખમ પણ દૂર થાય છે. આનું કારણ કેળામાં કેરોટીનોઇડ સંયોજનની હાજરી છે. તે ફળો અને શાકભાજીને લાલ, નારંગી અને પીળો રંગ આપે છે, જે લીવરમાં જઈને વિટામિન એમાં ફેરવાય છે, જે આંખો માટે ખૂબ ફાયદાકારક હોય છે. કેળામાં પુષ્કળ ફાઇબર હોય છે જે પાચનમાં સુધારો કરે છે.

કેરોટિનોઇડ્સના ઉચ્ચ સ્તરવાળા ખોરાક પણ કેન્સર, હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા ખતરનાક રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. ખરેખર, કેળા પ્રોવિટામીન એ કેરોટિનોઇડ્સથી ભરેલા હોય છે, જે વિટામિન એની ઉણપને દૂર કરીને આંખને સંભવિત ખોરાક સ્રોત પૂરો પાડે છે.

Image Source

વર્કઆઉટ કરવાની 10-15 મિનિટ પહેલાં અથવા પછી કેળા ખાવાનો શ્રેષ્ઠ સમય હોય છે. આ સમય દરમિયાન, કેળામાં હાજર કાર્બોહાઇડ્રેટ શરીરને લાંબા સમય સુધી એનર્જી આપે છે. એક મોટા કેળામાં લગભગ 120 કેલરી હોય છે. કેળામાં વિટામિન સી, વિટામિન બી6, મેંગેનીઝ, પોટેશિયમ, ફાઈબર અને બાયોટિન હોય છે, જે શરીર માટે જરૂરી પોષક તત્વો હોય છે.

Image Source

અન્ય ફાયદાઓ જે બદલી નાખશે તમારું જીવન –

કેળામાં ટ્રિપ્ટોફન એમિનો એસિડ હોય છે જે સેરોટોનિન હોર્મોન ઉત્પન્ન કરે છે જેના કારણે મૂડ સારો થાય છે અને સાથે જ તણાવ પણ દૂર થાય છે.

કેળામાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ હોય છે, જે રક્ત પરિભ્રમણને બરાબર રાખે છે, જેથી બ્લડ પ્રેશર બરાબર રહે છે. પોટેશિયમ મગજને ચુસ્ત અને એલર્ટ રાખે છે.

Image Source

કેળા અલ્સરની સમસ્યાથી પણ બચાવે છે. એવું એટલા માટે કેમ કે આ શરીરમાં લાળના ઉત્પાદનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે એસિડ અને તમારા પેટની ત્વચા વચ્ચે અવરોધ ઉભો કરીને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવે છે.

કેળા વિટામિન બી6નો એક ઉત્તમ સ્રોત છે જે નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે, એનાથી યાદશક્તિ સારી થાય છે અને તે કોલેસ્ટરોલ ઘટાડવામાં પણ મદદરૂપ છે.

કેળા હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક છે. કેળામાં ખાસ પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જેનું કાર્ય તમારા ખોરાકમાંથી કેલ્શિયમ શોષી લેવાનું અને હાડકાંને મજબૂત બનાવવાનું હોય છે.

Image Source

કેળા તમને એનિમિયાની સમસ્યાથી દૂર રાખે છે. તેમાં હાજર આયર્ન તમારા શરીરમાં લોહીની કમીને નથી થવા દેતું અને સાથે જ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે. જો તમને એનિમિયાની સમસ્યા છે, તો પછી કેળા રોજ ખાઓ.

તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેળાનું સેવન જરૂર કરો, એમાં જોવા મળતા કેરોટીનોઇડ એન્ટીઓકિસડન્ટ રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કરે છે અને ચેપથી બચાવે છે. જો તમને થાક અથવા ઓછી એનર્જી લાગે તો રોજ સવારે નાસ્તામાં કેળા ખાઓ. આ ઓછી ચરબીયુક્ત ખોરાક સરળતાથી પચી જાય છે. ઉપરાંત, તે તમારા શરીરમાં ગ્લુકોઝનો સંગ્રહ કરીને એનર્જી આપે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.