હેલ્થ

શું તમે પણ શાક કે દાળમાં કોથમીર નાખો છો? તો આ લેખ અચૂક વાંચજો

દાળ અને શાકને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે લીલા ધાણા નાખતા હોઈએ છીએ. ધાણા સ્વાદ વધારવાની સાથે આયુર્વેદીય ગુણોથી પણ ભરપૂર છે. ધાણા ઘણી બીમારીઓમાં ખુબ જ ફાયદાકારક છે. આજે અમે તમને એવી જ પાંચ બીમારીઓ વિશે જણાવીશું જેનો રામબાણ ઈલાજ લીલા ધાણા છે.

Image Source

1. પેટ સંબંધી સમ્યાઓ કરે છે દૂર:
ધાણા ગેસથી છુટકારો અપાવવા અને પાચનતંત્રને યોગ્ય રાખવા માટે ખુબ જ ફાયદાકારક છે. તેના માટે 2 કપ પાણીની અંદર જીરું અને ધાણા નાખી લેવા. ત્યારબાદ તેમાં ચા પત્તી અને વરિયાળી નાખીને બે મિનિટ સુધી ઉકાળવું. સ્વાદાનુસાર તેમાં ખાંડ નાખવી અને આદુ પણ નાખીને તેનું સેવન કરવું.

Image Source

2. આંખોની બળતરા કરે છે દૂર:
ધાણા આંખોની બળતરા દૂર કરે છે. તેના માટે તમારે એક પ્રકારનું ચૂરણ તૈયાર કરવું પડશે. ચૂરણ તૈયાર કરવા માટે વરિયાળી, સાકર અને ધાણાના બીજ લઈને તેને બરાબર વાટી લેવા. હવે આ ચૂરણને રોજ જમ્યા બાદ ખાવું. 6 ગ્રામ ચૂરણના સેવન કરવાથી આંખો અને હાથની બળતરા દૂર કરે છે. તેમજ લીલા ધાણા ખાવાથી આંખોનું તેજ પણ વધે છે.

Image Source

3. ડાયાબિટીસમાં ફાયદાકારક:
લીલા ધાણા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા ધાણા કોઈ જડીબુટ્ટી કરતા કમ નથી. તેના નિયમિત સેવનથી લોહીમાં ઈન્સુલિનની માત્રાને કન્ટ્રોલ કરી શકાય છે.

Image Source

4. કિડનીના રોગોમાં અસરદાર:
ઘણા સંશોધનમાં એ સામે આવ્યું છે કે ધાણા તમારી કિડની માટે ફાયદાકારક સાબિત થાય છે. ધાણામાં ઘણા એવા તત્વ હોય છે જે કિડનીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે.

Image Source

5. કોલેસ્ટ્રોલ કરે છે ઓછું:
લીલા ધાણા ખાવામાં સ્વાદ વધારવાની સાથે સાથે તમારા કોલેસ્ટ્રોલ લેવલને પણ ઓછું કરવામાં ફાયદાકારક સાબિત થઇ શકે છે. લીલા ધાણામાં એવા તત્વ મળી આવે છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરી શકે છે. ધાણા બીજને ઉકાળીને પીવા કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.