રોજ સવારે નિયમિત ખાલી પેટે 1 વસ્તુનું સેવન કરો, કસરત કર્યા વગર જ ઉતરી જશે બધી ચરબી

0
Advertisement

સવાર-સવારમાં ઉઠીને કરવામાં આવતું કોઈ પણ કામ આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. જો સવારે ઉઠીને કોઈ પણ વ્યક્તિ સીધું જ ચા કે કોફી પીવાનું પસંદ કરે છે તો તેની ઉંધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડે છે. એટલે જ સવારે ઉઠીને એવું કામ કરવું કે જેનાથી તમારા સ્વાસ્થ્ય પર સારી અસર થાય.

Image Source

આજે તમને જણાવી દઈએ કે સવારે ખાલી પેટે એક ચમચી ઘી ખાવાથી ઘણા ફાયદા થાય છે. આયુર્વેદમાં પણ ઘીને ઉર્જા પ્રદાન કરવાવાળું માનવામાં આવે છે. સવારે ઘી ખાવાથી જૂની બીમારીઓ જડથી દૂર થઇ જાય છે. ઘીથી માત્ર ભોજનનો સ્વાદ જ વધતો નથી પણ એનાથી ઘણા સ્વાસ્થ્યપ્રદ ફાયદાઓ થાય છે. પણ જો ઘીનો ફાયદો ઉઠાવવો હોય તો એને સવારે ખાલી પેટે જ ખાવું જોઈએ. તો આજે જાણીએ સવારે ખાલી પેટે એક ચમચી ઘીનું સેવન કરવાથી કયા ફાયદાઓ થાય છે –

Image Source

1. વજન ઘટે છે –
લોકોને એવો ભ્રમ છે કે ઘીના ઉપયોગથી તેમનું વજન વધે છે પરંતુ જો તમે રોજ સવારે ખાલી પેટે 1 ચમચી ઘીનું સેવન કરો તો શરીરનું મેટાબોલિઝમ વધે છે અને તમારું વજન ઓછું થાય છે.

2. કોશિકા મજબૂત કરે છે –
આયુર્વેદ અનુસાર ઘી શરીરની બધી જ કોશિકાઓને મજબૂતી આપવાનું કામ કરે છે એટલે આને રાસા કહેવામાં આવે છે. રાસા એક એવા અપ્રકારનું પોષકતત્વ છે કે જેને જો ખાલી પેટે લેવામાં આવે તો એ આપણા શરીરની બધી જ કોશિકાઓના પોષણમાં મદદ કરે છે અને શરીરના સ્વાસ્થ્યને નિયંત્રિત કરે છે.

Image Source

3. ઉંમર વધવાથી રોકે છે –
ગાયનું ઘી એક કુદરતી એન્ટીઓક્સીડેન્ટ છે, જે ફ્રી રેડિકલ્સ ખતમ કરે છે અને ઓક્સીકરણ પ્રક્રિયાને રોકે છે. આ પ્રકારે આ આપણા શરીરમાં આવતા અપરિવર્તનીય બદલાવને રોકે છે અને સમય કરતા પહેલા ઉંમર વધવાથી અટકાવે છે અને અલ્ઝાઈમરના રોગથી બચાવે છે.

4. ત્વચા બનાવે છે ચમકદાર –
ઘણી સેવનથી કોશિકાઓ પુનર્જીવિત થાય છે અને મજબૂત બને છે, જેનાથી ત્વચામાં પણ કુદરતી ચમક આવે છે અને ત્વચા સ્વસ્થ બને છે. ઘી ત્વચાના કુદરતી ભેજને બનાવીને રાખે છે અને તેને શુષ્ક બનતા અટકાવે છે.

Image Source

5. વાળ ખરતા અટકાવે છે –
સવારે ખાલી પેટે ઘીનું સેવન કરવાથી આપણા વાળ સ્વસ્થ રહે છે કારણ કે એનાથી પોષક તત્વો મળે છે, જેનાથી વાળ ચમકદાર, મુલાયમ અને મજબૂત બને છે, સાથે જ વાળ ખરતા પણ અટકે છે.

6. સાંધાના દુઃખાવામાં આરામ આપે છે –
જે લોકોને સાંધાના દુઃખાવાની સમસ્યા હોય તો તેમને રોજ ખાલી પેટે ઘી ખાવું જોઈએ. ઘીમાં ઓમેગા 3 હોય છે જે કુદરતી લુબ્રિકેંટથી ભરપૂર હોય છે, જેનાથી સાંધાના દુખાવાથી આરામ મળે છે. સાથે જ આ તત્વ ઓસ્ટીયો-પાયરોસિસ થવાની સંભાવનાને પણ ઘટાડે છે અને હાડકાને સ્વસ્થ રાખે છે.

Image Source

7. કેન્સરથી બચાવે છે –
જણાવી દઈએ કે ઘીમાં એન્ટી-કેન્સર ગુણ હોય છે, જે આપણા શરીરમાં કેન્સર સેલ્સને વધવાથી રોકે છે અને એનાથી થતા મૃત્યુને રોકે છે.

8. મગજને એક્ટિવ રાખે છે –
જો તમે સવારમાં ખાલી પેટે ઘી ખાઓ છો તો તમારા મગજની કોશિકાઓ પણ એક્ટિવ રહે છે અને એને કારણે તમારી યાદશક્તિ અને શીખવાની ક્ષમતા પણ વધે છે. એના સેવનથી અલ્ઝાઇમર જેવી બીમારી પણ દૂર રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here