હેલ્થ

અઠવાડીયામાં આટલા દિવસ ખાવ લીલા મરચા, બીમારીનો ખતરો થશે ઓછો- જાણો બેસ્ટ ટિપ્સ

ભારતીય મસાલામાં મરચાંનું એક અલગ જ સ્થાન છે. અહીં ભાગ્યે જ કોઈ એવું શાક હશે જે મરચા વગર બનતું હશે. આ સિવાય મરચાનો ઉપયોગ અથાણાં તરીકે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મરચાનો ઉપયોગ એક ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે. જાણકાર મુજબ મરચા ખાવાથી વિટામિન એ પ્રાપ્ત થાય છે.

Image source

જર્નલ ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં છપાયેલી એક રિપોર્ટ અનુસાર, જે લોકો મરચા નથી ખાતા તેની તુલના જે મરચા ખાઈ છે તેના કોઈ કારણે થતા મોતની આશંકા 23 ટકા ઓછી થઇ જાય છે. આવો જાણીએ મરચા ખાવાના ફાયદા. મરચા ખાવાથી આ બીમારીનું જોખમ થાય છે ઓછું.

Image source

અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના રિસર્ચ રિપોર્ટ ના જણાવ્યા અનુસાર, એક અઠવાડિયામાં ઓછામાં ઓછું 4 વાર મરચા ખાવાથી હૃદય અને માથામાં રક્તવાહિકાની બીમારીનું જોખમ ઓછું થઇ જાય છે. જેનાથી મોતનો ખતરો ઘટી જાય છે.

Image source

ઇટલીમાં થયેલા રિસર્ચ દરમિયાન 22 હજારથી વધુ લોકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં સંશોધકે જણાવ્યું હતું કે, જે લોકો બહુ જ તીખું અથવા મરચું ખાઈ છે તે લોકોના હાર્ટ એટેકથી થતા મોતનું પ્રમાણ 40 ટકા ઓછું થઇ જાય છે.

Image source

આ સંશોધનમાં એ સાબિત નથી થઇ શક્યું કે લોકોએ કેટલી માત્રામાં મરચા ખાવા જોઈએ. પરંતુ ડોક્ટર અથવા વિશેષજ્ઞએ જણાવ્યું હતું કે, વધુ તીખું ના ખાવું જોઈએ કારણકે તેના કારણે પેટ સંબંધી બીમારી થઇ શકે છે.

Image source

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મરચામાં કૈપિસિસીન નામનો પદાર્થ હોય છે જે શરીર માટે લાભદાયક છે. મરચા ખાવાના કારણે મેટાબોલિઝ્મ વધે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે જ બ્લડ પ્રેશરની સ્થિતિ ઠીક થઇ જાય છે.