હેલ્થ

માથાના દુઃખાવાની સમસ્યાથી પરેશાન છો તો અપનાવો આ 6 ઘરગથ્થુ ઉપચાર, થોડીક મિનિટમાં જ થઇ જશે માથાનો દુઃખાવો છુમંતર

માથાનો દુખાવો એક સામાન્ય બીમારી છે. જેનાથી ઘણા લોકો પરેશાન હોય છે. વધુ પડતો થાક, વધુ પડતો ગેજેટ્સનો ઉપયોગ, તણાવના કારણે દર બીજા દિવસે આ સમસ્યા સામે ઝઝૂમવું પડે છે. દરરોજ દવા ખાવી પણ સ્વાસ્થ્ય માટે સારી નથી. માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે લોકો અલગ-અલગ પ્રકારના ઉપાય કરતા હોય છે. આજે અમે તમને ઘરગથ્થુ ઉપચાર બતાવીશું જે ફાયદેમંદ સાબિત થાય છે.

Image source

આપણી આજુબાજુમાં ઘણા એવા લોકો હોય છે જે સવારે ઉઠતા જ માથાના દુખાવાથી પીડાતા હોય છે. જેના કારણે આખો દિવસ ખરાબ થઇ જાય છે. આખો દિવસ માથું ભારે-ભારે રહે છે. આપણે ઘણી પ્રકારની દવાનું સેવન પણ કરતા હોય છે. જણાવી દઈએ કે, માથાના દુખાવાની દવા ખાવાથી ઘણી સાઈડ ઇફેક્ટ પણ થાય છે. તે સમયે તમે ઘરગથ્થુ ઉપચાર કરી માથાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.

Image source

1.એક્યુપ્રેશર પોઇન્ટ

Image source

માથાના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે એક્યુપ્રેસર પોઇન્ટ પણ કારગર સાબિત થઇ શકે છે. આ માટે બંને હાથના અંગુઠા અને પહેલી આંગળી વચ્ચેની જગ્યાએ હલકા હાથે દબાવો. આ 5 મિનિટ સુધી કરવાથી તમને લાભ મળશે.

2.તુલસી

Image source


ઘણા લોકોને જયારે માથું દુખતું હોય ત્યારે ચા પીવાનું પસંદ કરે છે. જો તમારી ઈચ્છા હોય તો તુલસીનો ઉકાળો પણ પી શકો છો. એક તપેલીમાં એક કપ પાણીમાં થોડા તુલસીના પાંદડા નાખીને પાણીને ઉકાળી લો. આ બાદ તેને ગાળીને પી લો. મિનિટોની અંદર જ માથાનો દુખાવો છુમંતર થઇ જશે.

3.આદુ

Image source


એક રિસર્ચ અનુસાર, નિયમિત રીતે આદુનું સેવન કરવાથી માથાનો દુખાવો, માઈગ્રેન જેવી સમસ્યાથી છુટકારો મળી શકે છે. આ માટે તમારે આદુ નાખેલી ચા પીવી જોઈએ. આ સિવાય 2 ચમચી આદુ પાવડરમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ બાદ તેને માથા પર લગાવી દો. થોડી જ મિનિટમાં માથાનો દુખાવો થઇ જશે છુમંતર.

4.લવિંગ

Image source

લવિંગના ઉપયોગથી તમે માથાના દુખાવાની સમસ્યાથી આસાનીથી છુટકારો મેળવી શકો છો. માથાનું દર્દ ઓછું કરવા માટે આ ઉપયોગ કારગત નીવડે છે. એક વાટકીમાં લવિંગના તેલના 2 ટીપા, નારિયેળ તેલ અને મીઠું નાખીને મિક્સ કરો આ બાદ માથા અને કપાળ પર હળવા હાથે મસાજ કરો.

5.તજ

Image source

તજ એક ચમત્કારિક મસાલો છે જેનો માથાના દુખાવાને દૂર કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. આ માટે તજના નાના-નાના ટુકડા કરીને પાવડર બનાવી લો. આ બાદ તેને પાણીમાં મેળવીને પેસ્ટ તૈયાર કરો. આ બાદ તેના માથા પર લગાડીને 30 મિનિટ સુધી રાખો. બાદમાં હૂંફાળા પાણીથી ધોઈ લો.

6.ચંદન

Image source


ચંદનના પેસ્ટને માથા પર લગાવાથી તમને રાહત મળે છે. આ માટે ચંદનને ઘોળીને માથા પર 5થી 10 મિનિટ રાખો. આ બાદ તુરંત જ લાભ મળશે.