આખરે શા કારણે પોલીસ કોન્સ્ટેબલે ક્વોટર્સમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું ? બે માસુમ દીકરીઓનો પણ વિચાર ના કર્યો ? જાણો સમગ્ર મામલો
Head Constable Chikhli Police Suicide : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાત (Suicide) ની ઘણી ઘટનાઓ સામે આવી છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પારિવારિક ઝઘડાના કારણે આપઘાત કરી લેતા હોય છે. તો ઘણા લોકો એવા હોય છે જે કેટલીક બીમારીથી પીડાતા હોય છે અને તેનાથી કંટાળીને પણ મોતને વહાલું કરી લેતા હોય છે.
હાલ એવો જ એક મામલો નવસારી (navsari) માંથી સામે આવ્યો છે. જ્યાં ચીખલી પોલીસમથક (Chikhli Police station) માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે પોલીસ ક્વોટર્સમાં જ ગળે ટૂંપો ખાઈને આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ હતી. પોલીસકર્મીના આપઘાતને લઈને પરિવારમાં અને પોલીસ બેડામાં શોકનો માહોલ ફરી વળ્યો હતો.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર ચીખલી પોલીસ મથકમાં પીએસઓ અને બીટ જમાદાર તરીકે ફરજ બજાવી રહેલા હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ સંજય પટેલ છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા, આ બીમારીના લીધે સંજય કંટાળી ગયો હતો અને તેના કારણે જ તેમને પોલીસ ક્વોટર્સમાં જ ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું તારણ હાલ સામે આવ્યું છે.

સંજય પટેલના આપઘાતની ખબર મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પરિવારની પુછપરછ શરૂ કરી હતી. મૃતક સંજય પટેલ મૂળ સુરત જિલ્લાના મહુવા પાસેનો રહેવાસી હતો. તેના પરિવારમાં એક પત્ની અને બે દીકરીઓ પણ છે. તેના નિધન બાદ બંને દીકરીઓ નોધારી બની છે.