ખબર

મોદી સરકારના 20 લાખ કરોડની વાત પર પર રાહુલ ગાંધીએ કહ્યું- હું મોદીજીને પ્રેમથી કહી રહ્યો છું કે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતા દેશ માટે 20 લાખ કરોડના આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને મીડિયા સાથે વાતચીત કરી હતી.  આ વાતચીત તેમને યુટ્યુબ દ્વારા સોશિયલ મીડિયામાં શેર પણ કરી છે.

Image Source

રાહુલ ગાંધીએ આ પેકેજ માટે કહ્યું છે કે “જયારે બાળકને વાગે છે ત્યારે માતા બાળકને લોન નથી આપતી, તે એકદમ મદદ કરે છે. ભારત માતાને પોતાના બાળકો માટે સાહુકારનું કામ ના કરવું જોઈએ, તેને પોતાના બાળકોને એકદમ પૈસા આપી દેવા જોઈએ.”

Image Source

પ્રવાસી મજૂરો વિષે પણ વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે: “જે પ્રવાસી મજૂરો રોડ ઉપર ચાલી રહ્યા છે તેમને લોનની નહિ પરંતુ ખિસ્સામાં પૈસાની જરૂર છે.આખા દેશમાં આ સમયે મુશેક્લીન સમયમાંથી પસાર થઇ રહ્યો છે. લોકોને આજે પૈસાની જરૂર છે. એવા સરકાર સાહુકારનું કામ ના કરવું જોઈએ.”

Image Source

રાહુલ ગાંધીએ વધારેમાં કહ્યું હતું કે: “હું પ્રધાનમંત્રીને કહેવા માંગુ છું કે આપણી રેટિંગ ખેડૂત અને મજૂરો બનાવે છે. આજે એમની આપણી જરૂર છે. રેટિંગ વિષે ના વિચારો, હિન્દુસ્તાનની રેટિંગ હિન્દુસ્તાનના લોકોથી છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.