વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મેલેરિયાની સારવારમાં વપરાતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાને કોરોણાની સારવારના પરીક્ષણ તરીકે ફરીથી શરુ કરવાની મંજૂરી આપી દીધી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાનિદેશક ટેડ્રોસ એડહૈનમ ઘેબ્રેયસસે કહ્યું કે નિષ્ણાતોએ આ દવાના સુરક્ષા સંબંધિત ડેટાના અધ્યયન પછી ફરીથી પરીક્ષણ કરવાની ભલામણ કરી છે.

અગાઉ ડબ્લ્યુએચઓએ સ્વાસ્થ્યને નુકસાન થવાની વાત કહીને હાઇડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ રોકી દીધી હતી. ધ લાન્સેટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે હાઇડ્રોક્સીક્લોરોક્વીનથી ફાયદો થવાના કોઈ પુરાવા મળ્યા નથી. આ પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એના પર રોક લગાવી દીધી હતી. આ અધ્યયન અમેરિકા અને સ્વિટ્ઝર્લેન્ડના ચાર શોધકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે આ ભલામણનો અર્થ એ છે કે ડોકટરો એવા દર્દીઓ માટે આ દવા આપવાનું શરૂ કરશે જેઓ કોરોના દવાઓના પરીક્ષણ કરવા માટે જાતે સંમત થયા છે. ડિરેક્ટર જનરલે બુધવારે કહ્યું કે ડબ્લ્યુએચઓની સુરક્ષા દેખરેખ સમિતિએ એચસીક્યુના વૈશ્વિક ડેટાની તપાસ કરી છે. નોંધનીય છે કે કેટલાક અભ્યાસોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જે લોકો એચસીક્યુ લઈ રહ્યા છે, કોરોનાથી તેમના મૃત્યુની શક્યતા, આ દવા ન લેતા લોકો કરતા વધારે છે.

ટેડ્રોસે કહ્યું કે કમિટીના સભ્યોનું માનવું છે કે પરીક્ષણ પ્રોટોકોલમાં બદલાવ કરવાની કોઈ જરૂર નથી. ડબ્લ્યુએચઓને સંચાલિત કરનાર કાર્યકારી સમૂહે પરીક્ષણમાં સામેલ બધી જ દવાઓના સમૂહને જારી રાખવાની સૂચના આપી દીધી છે. દર્દીઓના અન્ય સમૂહ પર રેમડેસિવિર અને એચઆઇવી દવાઓના કોમ્બીનેશનનું પરીક્ષણ થઇ રહ્યું છે.

તેમને જણાવ્યું કે 35 દેશોમાં ચાલી રહેલા ડબ્લ્યુએચઓના આ પરીક્ષણ કાર્યક્રમમાં 3500 લોકો ભાગ લઇ રહયા છે. નોંધનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એચસીક્યુ દવાના મુરીદ છે. તેમને સાર્વજનિક રૂપથી રોજ એક ગોળી લેવાની વાત કહી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે પહેલાથી જ દવા લેવાથી કોરોના રોકી શકાય છે કે નહિ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.