ખબર

આખી દુનિયામાં જે દવાએ ડંકો વગાડ્યો એ હાઈડ્રોક્સિક્લોરોક્વિન કોરોનાની ટ્રીટમેન્ટમાં કામમાં નથી આવતી?

મેલેરિયાના દર્દીઓ માટે વપરાતી દવા, હાઇડ્રોક્સિક્લોરોક્વિન, છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના સંભવિત ઉપાય તરીકે જોવામાં આવતી હતી, જો કે, તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં એવું મળી આવ્યું છે કે તે ફાયદાકારક નથી. મેડઆરકાઇવના પ્રિપ્રિન્ટ રિપોઝીટરીમાં પ્રકાશિત તારણો અનુસાર, જે લોકોની હાઈડ્રોક્સાયક્લોરોક્વિન દ્વારા સારવાર કરવામાં આવી હતી તેમના મૃત્યુનું જોખમ વધ્યું છે.

Image Source

આ સંશોધન માટે, સંશોધનકારોએ હોસ્પિટલમાં દાખલ 368 દર્દીઓ કે જેનું મોત થઇ ચૂક્યું છે અથવા જેઓ 11 એપ્રિલ સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે, તેમના મેડિકલ રેકોર્ડ્સની તપાસ કરી. દર્દીઓને માત્ર હાઈડ્રોક્સાઇક્લોરોક્વિન (એચસી) અને એન્ટિબાયોટિક એઝિથ્રોમાઈસિન (એચસી પ્લસ એજી)ને સાથે આપવાના આધાર પર કોવિડ-19ની પ્રમાણભૂત સહાયક વ્યવસ્થાપન ઉપરાંત સારવારના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.

Image Source

તેમાં જાણવા મળ્યું કે હાઈડ્રોક્સિક્લોરોક્વિન લેનારા દર્દીઓનો મૃત્યુ દર 28 ટકા હતો, જ્યારે એન્ટિબાયોટિક એઝિથ્રોમાઈસિન સાથે લીધેલા લોકોનો મૃત્યુ દર 22 ટકા હતો. જણાવી દઈએ કે, માર્ચમાં, ફ્રેન્ચ વૈજ્ઞાનિક ડીડિઅર રાઉલ્ટ દ્વારા આ બંને દવાઓના સંયોજનની સલાહ આપવામાં આવી હતી. કોરોના વાયરસના જે દર્દીઓની સારવાર સામાન્ય ચાલી રહી હતી, તેમાં મૃત્યુ દર 11 ટકા હતો.

સંશોધનકારોને જાણવા માયું કે ‘નો એચસી ગ્રુપ’ ની તુલનામાં એચસી ગ્રુપ અને એચસી પ્લસ એજી ગ્રુપમાં વેન્ટિલેશનનું જોખમ સમાન હતું. હાઇડ્રોક્સિક્લોરોક્વિન, એઝિથ્રોમાઈસિન સાથે અથવા તેના વિના, ફક્ત તે જ દર્દીઓને આપવામાં આવે છે જે ગંભીર રીતે બીમાર છે. જો કે મૃત્યુ દર ત્યારે પણ વધારે જ હોવાનું જણાય છે.

Image Source

ડોર્ન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (કોલમ્બિયા વી.એ. હેલ્થ કેર સિસ્ટમ અને કોલીગ્સ) ના જોસેફ મેગેગનોલીએ જણાવ્યું કે આ અધ્યયનમાં અમને કોઈ પુરાવા મળ્યા નથી કે હોસ્પિટલમાં દાખલ કોવિડ-19 દર્દીઓમાં એકલા હાઈડ્રોક્સાઇક્લોરોક્વિનનો ઉપયોગ કરીને કે એઝિથ્રોમાઈસિન સાથે કરવા પર મેકેનિકલ વેન્ટિલેશનનું જોખમ ઓછું રહે છે.

કોવિડ-19 દર્દીઓની સારવારમાં હાઇડ્રોક્સિક્લોરોક્વિનના ઉપયોગને લગતા મર્યાદિત અને વિરોધાભાસી ડેટા હોવા છતાં, અમેરિકાના ‘ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’ એ આ દવાના આપાતકાલીન ઉપયોગને એવી સ્થિતિમાં કરવા માટે અધિકૃત કરી દીધી છે કે જ્યાં ક્લિનિકલ ટ્રાયલ ઉપલબ્ધ ન હોય અથવા અવ્યવહારુ હોય.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.