ખબર

ISRO ના વૈજ્ઞાનિકની થઇ ગઈ હત્યા અને કોઈને ખબર પણ ન પડી! જાણો વિગત

ઈસરો એટલે કે ‘ઈંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન’ આગળના ઘણા સમયથી ચંદ્રયાન-2 ને લઈને ચર્ચામાં રહ્યું છે. એવામાં એકવાર ફરીથી ઈસરોના એક વૈજ્ઞાનિકને લીધે ફરીથી ચર્ચાનું વાતાવરણ સર્જાયું છે. વાત કંઈક એવી છે કે ઈસરો સાથે જોડાયેલા વૈજ્ઞાનિક એસ.સુરેશની હત્યા કરી દેવામાં આવી છે.

Image Source

ઇસરોના રિમોટ સેન્સિંગ સેન્ટરમાં કામ કરનારા વૈજ્ઞાનિક એસ.સુરેશની કોઈ અજ્ઞાત વ્યક્તિએ હૈદરાબાદના અમીરપેટ વિસ્તરામાં સ્થિત અન્નપૂર્ણા એપાર્ટમેન્ટમાં પોતાના જ ફ્લેટ માં હત્યા કરી દીધી હતી. તે સમયે મૂળ કેરળના રહેનારા સુરેશ ફ્લેટમાં એકલા જ હતા. પોલીસને સુરેશનું મૃત શરીર 1 ઓક્ટોબરના રોજ તેના જ ફ્લેટમાંથી પ્રાપ્ત કર્યું છે.

Image Source

પોલીસના આધારે એસ.સુરેશ 56 વર્ષના હતા. 1 ઓક્ટોબરના રોજ તે કોઈ કારણ વગર જ ઓફિસે આવ્યા ન હતા. એવામાં ઓફિસે ન આવવાને લીધે તેના ઓફિસ સાથીઓએ તેના મોબાઈલ પર ફોન કર્યો. ઘણીવાર ફોન કરવા છતાં પણ સામેથી કોઈએ જવાબ આપ્યો ન હતો.

Image Source

એવામાં જવાબ ન મળવા પર ઓફિસ સાથીઓએ ચેન્નઇની બેંકમાં કામ કરનારી સુરેશની પત્ની ઇંદિરાને સૂચના આપી. એવામાં ઇંદિરા ઘરના અન્ય સદસ્યોની સાથે હૈદરાબાદ ફ્લેટ પર પહોંચી અને પોલીસને સૂચના આપી.

Image Source

ફ્લેટ પર ઘણીવાર સુધી દરવાજો ખટકાવ્યો પણ કોઈએ જવાબ ન આપ્યો, એવામાં પોલીસ પણ ફ્લેટ પર પહોંચી ગઈ. એવામાં દરવાજો તોડવામાં આવ્યો અને અંદર જઈને જોયું તો સુરેશનું મૃત શરીરી નીચે જમીન પર પડેલું હતું.

Image Source

પોલીસે જણાવ્યું કે ,”માથા પર ઘેરી ઈજાના નિશાન છે, એવામાં એવું લાગી રહ્યું છે કે કોઈએ તેના માથા પર ભારે વસ્તુથી વાર કર્યો છે. અમે એ વાતની જાંચ કરી રહ્યા છીએ કે કોઈ જબરદસ્તી ફ્લેટમાં ઘુસ્યું હતું કે પછી કોઈ એવો વ્યક્તિ હતો જે સુરેશને પહેલાથી જ ઓળખતો હતો. સીસીટીવી ફૂટેજ મંગાવવામાં આવ્યા છે, અને મૃત શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે”.

Image Source

પોલીસ હત્યાની પાછળનું કારણ શોધી રહી છે, તેઓએ હત્યાના પ્રમાણ શોધવાના શરૂ કરી દીધા છે. મીડિયા રિપોર્ટના આધારે કોઈ વ્યક્તિગત દુશ્મનીનો મામલો લાગી રહ્યો છે, હત્યાનો તેની ઓફિસ સાથે કોઈજ સંબંધ નથી.

Image Source

જણાવી દઈએ કે સુરેશ આગળના 20 વર્ષોથી હૈદરાબાદમાં જ તેની પત્ની ઇંદિરા સાથે રહી રહયા હતા, પણ વર્ષ 2005 માં તેની પત્નીનું ટ્રાન્સફર ચેન્નઈમાં થઇ ગયું હતું. તેઓનો દીકરો અમેરિકામાં સેટલ છે જયારે દીકરી ચેન્નઈમાં જ રહે છે.

Author: GujjuRocks Team