લેખકની કલમે

હવસખોરો સામે સંધ્યાની લડાઈ ! TV પર ન્યુઝ હતાં, “એમ.જી રોડ પર એક કૉલેજની છોકરી સાથે રેપ થયો !” સંધ્યા ફટાફટ ટી.વી બંધ કરીને – વાંચો સ્ટોરી

મોડી રાત થઈ ગઈ છે અને હવે આપણે ઘરે કઈ રીતે જઈશું ? કંગનાએ સંધ્યાને કહ્યું. સંધ્યા બોલી, વેઇટ હું વિજયને ફોન કરું. સંધ્યાએ વિજયને ફોન કર્યો અને પંદર મિનિટ બાદ વિજય આવ્યો. વિજયે કહ્યું, સંધ્યા તને ખબર નથી પડતી ! રાતના સાડા બાર વાગ્યા અને તું અને તારી ફ્રેન્ડ અહીંયા શું કરો છો ! કંગનાએ કહ્યું, વિજયભાઈ એમાં સંધ્યાનો વાંક નથી, કૉલેજમાં પ્રોગ્રામ હતો એટલે હું સંધ્યાને લઈને આવી હતી. વિજયે કહ્યું, જો કંગના એમાં વાંક કોનો એ મહત્વનું નથી, પણ તમારે રાત્રે એકલા ન ફરવું જોઈએ ! ચલો કારમાં બેસો. સંધ્યા અને કંગના કારમાં બેઠા. કંગનાએ કહ્યું, વિજયભાઈ તમે મને સંધ્યાના ઘરે ઉતારી દેજો એટલે હું ત્યાંથી જતી રહીશ ! વિજયે કહ્યું, તું શેમાં જઈશ ? કંગનાએ કહ્યું, ઓટોમાં જતી રહીશ. વિજયે કહ્યું, ગાંડી છે કે શું ? પહેલા હું તને તારા ઘરે ઉતારીશ અને પછી હું સંધ્યાને મુકવા જઈશ. કંગનાએ કહ્યું, સારું. વિજયે કહ્યું, કંગના હું તને મારી નાની બહેન જેવી માનું છું એટલે તારી સામે બોલું છું. કંગનાએ કહ્યું, હા વિજયભાઈ…. સંધ્યા બોલી, કંગના કાલે સવારે કૉલેજ તો આવીશ ને ? કંગનાએ કહ્યું, હા આવીશ જ ને ! કંગનાનું ઘર આવ્યું અને કંગના ઉતરી ગઈ અને ત્યારબાદ વિજય સંધ્યાને મુકવા તેના ઘર તરફ ગયો. સંધ્યાનું ઘર પણ આવી ગયું અને તેના ઘરની બહાર કાર ઉભી રાખીને વિજયે કહ્યું, જો સંધ્યા, હું તને પ્રેમ કરું છું તો તારી ચિંતા તો થાય જ ને ! તું સમજે છે ને ? સંધ્યાએ હકારમાં જવાબ આપ્યો અને વિજયને બાથ ભરી લીધી. સંધ્યા તેના ઘરમાં ગઈ અને વિજય પણ પોતાના ઘર તરફ ગયો.સવારે સંધ્યા કૉલેજ જવા માટે તૈયાર થઈ ગઈ અને નીચે આવીને અને ટી.વી ચાલુ કરીને જોયું તો બધી જ ન્યુઝ ચેનલ પર એક જ ન્યુઝ હતાં, “એમ.જી રોડ પર એક કૉલેજની છોકરી સાથે રેપ થયો !” સંધ્યા ફટાફટ ટી.વી બંધ કરીને કૉલેજ ગઈ અને ત્યાં બધા જ રેપ વિશે વાતો કરતાં હતાં. વિજય આવ્યો અને સંધ્યાને કહ્યું, કોઈ ફર્સ્ટ યરની છોકરી હતી અને પાંચ-છ લોકો દારૂ પી ને એ છોકરી પર તૂટી પડ્યા ! સંધ્યાના મોં માંથી એ રેપીસ્ટ માટે ગાળો નીકળી ગઈ ! સંધ્યાએ કહ્યું, હવે તો આપણે કંઈક કરવું જ પડશે ! વિજયે કહ્યું, હવે આપણે આમાં શું કરી શકીએ ? સંધ્યાએ કહ્યું, આપણે આ બધા લોકોને બતાવું જ પડશે કે છોકરીઓ કમજોર નથી અને છોકરી પર રેપ કરવો એ કાયરતાનું નિશાન છે ! વિજયે કહ્યું, બોલ સંધ્યા શું કરવું છે ? હું અને મારું આખું ગ્રુપ રેડી છે ! સંધ્યાએ કહ્યું, બધા જ છોકરાઓને ભેગા કરવા પડશે. વિજયે કહ્યું, આપણો ટાઉનહોલ છે ને, એમાં બધાને બોલાવી લઈએ ? સંધ્યાએ કહ્યું, હા, પણ મોટાભાગે છોકરીઓ જ હોવી જોઈએ. સંધ્યા, વિજય અને કંગના ભેગા મળીને બધા જ વિદ્યાર્થીઓને ફોન કરવા લાગ્યા અને બે દિવસ પછી ટાઉનહોલમાં આવવા કહ્યું. કંગનાએ બધી જ છોકરીઓને કહ્યું અને સંધ્યા પ્રોગ્રામનું આયોજન કરવામાં લાગી ગઈ. રાત્રે આઠ વાગ્યે પ્રોગ્રામનું આયોજન કર્યું અને વિજય શહેરના પોલીસ કમિશનરને સિક્યોરિટી માટે લેટર પણ આપી આવ્યો. કંગનાએ કહ્યું, વિજયભાઈ, મારી કેટલીક ફ્રેન્ડ છે જે કોલેજ નથી કરતી અને એમને પ્રોગ્રામમાં આવવું છે, તો હું એમને શું કહું ? વિજયે કહ્યું, જેટલી પણ છોકરીઓ આવવા માંગતી હોય એમને બધાને બોલાવી લેજે ! કંગનાએ એની ફ્રેન્ડ્સને કહ્યું અને વાયા… વાયા….આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા. સંધ્યાના પપ્પા પણ આ સમાચારથી ખુશ થઈ ગયા અને કહ્યું, બેટા સંધ્યા, મને તારા પર ગર્વ છે ! સંધ્યાએ વિજય, કંગના, રવિ અને ભાર્ગવને ફોન કર્યો અને મિટિંગ માટે બધાને સંધ્યાના ઘરે બોલાવ્યા !

વિજય સંધ્યાના ઘરે પહેલીવાર જતો હતો, બધા જ મિટિંગ માટે સંધ્યાના રૂમમાં બેઠા અને સંધ્યાના પપ્પા પણ તેમની સાથે બેઠા. વિજયે સંધ્યાને પૂછ્યું, સંધ્યા હવે પછીનું પ્લાનિંગ શું છે ? સંધ્યાએ કહ્યું, એ માટે જ તમને બધાને અહીં બોલાવ્યા છે. કંગના બોલી, ચાલો તો ટાઈમ વેસ્ટ કર્યા વગર કામ શરું કરીએ ! સંધ્યાએ કહ્યું, જુઓ આપણે ત્યાં સ્ત્રી સુરક્ષા માટે અવનવા પ્રોગ્રામ થાય છે પણ એ દિવસના જ થાય છે. ટૂંકમાં કહું તો આપણે પાંચથી છ હજાર છોકરીઓને લઈને આખી રાત શહેરમાં ફરીને સ્ત્રી નબળી નથી એ માટે એક રેલી કાઢવાની છે ! વિજયે કહ્યું, વાહ…શું મસ્ત આઈડિયા આપ્યો તેતો ! સંધ્યાના પપ્પાએ કહ્યું, વિજય….! વિજય થોડો ગભરાઈ ગયો કારણ કે સંધ્યાના પપ્પાને તે આજે પહેલીવાર મળ્યો હતો. વિજયે કહ્યું, હા અંકલ. સંધ્યાના પપ્પાએ કહ્યું, કાલે તારે કલેક્ટર ઓફીસ જઈને આખી રાત રેલી માટે પરવાનગી લેવાની છે ! વિજયે કહ્યું, હા અંકલ, થઈ જશે !

સંધ્યાના પપ્પાએ કહ્યું, લેટર હું તને હમણાં જ આપી દઉં છું ! રાતના એક વાગ્યા સુધી બધી ડિસ્કશન ચાલી અને સવારે દસ વાગ્યે વિજય કલેક્ટર ઓફીસે ગયો અને પરવાનગીનો પત્ર આપ્યો. કલેક્ટરે કહ્યું, મિ. તમે કેવી વાત કરો છો ? અમે કોઈ આવી પરવાનગી આપી જ ન શકીએ અને અમને ઉપરથી પ્રેશર પણ હોય છે ! વિજયે ગુસ્સામાં કહ્યું, કલેક્ટર સાહેબ, તમે પરમિશન આપો કે નહીં એ તમારી ચોઇસ છે પણ આવતીકાલે રાત્રે રેલી તો નીકળીને જ રહેશે ! બધુ જ પ્લાનિંગ થઈ ગયું હતું અને શહેરથી લઈને આખા ગુજરાતની નજર આ કાર્યક્રમ પર હતી અને મીડિયામાં સંધ્યા લેડી ગબ્બર નામે ફેમસ થઈ ગઈ હતી. આખરે બીજા દિવસનો સૂરજ ઉગ્યો અને સૌને આ સૂરજ ઢળે એની રાહ હતી. બપોરના ચાર વાગ્યે વિજય સંધ્યાના ઘરે ગયો અને સંધ્યાના પપ્પા નીચે બેઠા હતા ત્યારે વિજયે કહ્યું, અંકલ સંધ્યા ક્યાં છે ? સંધ્યાના પપ્પાએ કહ્યું, એ એના રૂમમાં છે, તું જા એ તારો વેઇટ જ કરતી હશે ! વિજય સંધ્યાના રૂમમાં ગયો અને જોયું તો સંધ્યા તૈયાર થઈને બેડ પર બેઠી હતી અને ચિંતામાં હતી. વિજયે કહ્યું, સંધ્યા કેમ ચિંતા કરે છે ? હું છું ને તારી સાથે ! સંધ્યા અને વિજય એકબીજાની એકદમ નજીક આવી ગયા અને વિજયે કહ્યું, ચાલ સંધ્યા, તૈયાર થઈ જા ! વિજય અને સંધ્યા ટાઉનહોલ જવા નીકળ્યા અને સંધ્યાએ એના પપ્પાને કહ્યું, પપ્પા તમે કેટલીવારમાં આવશો ? સંધ્યાના પપ્પાએ કહ્યું, તમે પહોંચો, હું એક કલાક પછી આવીશ.

કાર્યક્રમ સ્થળે પોલીસ સુરક્ષા હતી અને આખરે કાર્યક્રમનો ટાઈમ થઈ ગયો અને હજારોની સંખ્યામાં છોકરીઓ આવી રહી હતી. સંધ્યા, વિજય અને સંધ્યાના પપ્પા બેક સ્ટેજ હતાં. સંધ્યાના પપ્પાને સંધ્યા અને વિજયની આંખોમાં એકબીજા માટેનો પ્રેમ દેખાઈ રહ્યો હતો. સંધ્યા સ્ટેજ તરફ આગળ વધી અને જેવી સ્ટેજ પર આવી અને કેટલીય કીકીયારીઓ અને શોર આખા ટાઉન હોલમાં ગુંજી ગયો. ટાઉનહોલની બહાર પણ સ્ત્રીઓ બેઠી હતી. કાર્યક્રમમાં કલેક્ટરના પત્ની પણ આવ્યા હતા. સંધ્યાએ માઇક પકડ્યું અને બોલી, હું વધારે નહીં બોલું ! બસ સમાજમાં જેટલા પણ હવસખોરો છે, એમણે મારે કહેવું છે કે હિંમત હોય અને તમને તમારી હવસ પર ભરોસો હોય તો આજે આવીને એક સ્ત્રીને તો અડીને બતાવો ! આટલું કહેતા જ આખો હોલ સંધ્યા સંધ્યાથી ગુંજી ઉઠ્યો. સ્ટેજ પર જે છોકરી પર રેપ થયો એના માતા-પિતા પણ હતાં. એ છોકરીના પિતાએ કહ્યું, મારી દીકરી સાથે જે થયું છે,

એવું આ દેશની કોઈ દીકરી સાથે ન થાય એજ મારી પ્રાર્થના ! વિજયે માઇક હાથમાં લઈને બધાને રેલીનો રૂટ સમજાવ્યો. રેલી શરું થઈ, સૌથી આગળ વિજય અને સંધ્યા હતાં અને એમની સાથે બધા જ યુવાનો હતાં. શહેરના લોકો રેલી જોવા માટે આખી રાત જાગતાં રહ્યા અને કેટલાક લોકો રેલી પર ફૂલો નાંખી રહ્યા હતાં. રેલી આશરે બે-ત્રણ કિલોમીટર લાંબી હતી અને ચારે બાજુ પોલીસ સુરક્ષા પણ હતી. દેશની બધી જ ન્યૂઝ ચેનલ પર અસ રેલી લાઈવ આવતી હતી. હમ કમઝોર નહીં હૈ… ના નારા સાથે હજારો સ્ત્રીઓ આગળ વધતી હતી. આખી રાત આખા શહેરમાં ભ્રમણ કર્યા બાદ સવારે પાંચ વાગ્યે કાર્યક્રમ પૂરો થયો અને એક રાતમાં જ સંધ્યા અને એના પાંચ મિત્રો સેલિબ્રિટી બની ગયા હતા અને આખા શહેરે સ્ત્રી શક્તિને પોતાની આંખોથી જોઈ હતી. સવારના પાંચ વાગ્યે સંધ્યા વિજયને ભેટી પડી અને રડતાં રડતાં કહ્યું, વિજય આપણને સક્સેસ મળી ગઈ, હવે કોઈ પણ વ્યક્તિ સ્ત્રીને હવસખોરની જેમ નહીં જુએ !

આમ સંધ્યાની લડાઈ સફળ થઈ અને સ્ત્રી શક્તિના દર્શન આખા શહેરને થયા ! સાથે સાથે સંધ્યા અને વિજયની સગાઈની તારીખ પણ નક્કી થઈ ગઈ.

લેખક : પ્રદિપ પ્રજાપતિ

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks