ખબર

BREAKING : યુક્રેનમાં આખરે કોણે ભારતીય નવીનને ગોળી ધરબી દીધી? થયો મોટો ખુલાસો

આજ સવારથી રશિયા અને યુક્રેનની વચ્ચેનો જંગ હવે ખરાખરીનો જામ્યો છે અને બંને દેશમાંથી એકેય પાછીપાની કરવા તૈયાર નથી, ત્યારે હવે યુદ્ધના આજે છઠ્ઠા દિવસે યુક્રેન પર મોટી તબાહી થવાના એંધાણ મળી રહ્યા છે. યુક્રેનમાં રહેણાંક વિસ્તારને ટાર્ગેટ થવા લાગ્યો છે. લોકો પોતાના ઘર છોડીને પાડોશના દેશમાં આશરો લેવા મજબૂર બન્યા છે.

ત્યારે આજે રાતે કંઈક નવા જૂની થવાના એંધાણ મળી રહ્યા છે. રશિયાની સેના યુક્રેનના બીજા નંબરના સૌથી મોટા શહેર ખારકીવ પર સોમવારે બોમ્બ ધડાકા કર્યા હતા. તેની સાથે જ રશિયાની સેના યુક્રેનની રાજધાની કીવની લગભગ નજીક પહોંચી ગઈ છે અને હવે 40 માઈલના અંતરેથી રશિયા ટેંક સાથે અને સૈન્યના કાફલા સાથે આગળ કૂચ કરી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ આજે રાત યુક્રેન પર મોટો હુમલો થઈ શકે છે. કીવને રશિયાએ ચારેતરફથી ઘેરી લીધું છે. એટલા માટે આપણા ભારતીય દૂતાવાસે પણ પોતાના નાગરિકોને એલર્ટ જાહેર કરી દીધું છે. કીવે સ્પષ્ટ કહ્યું છે કે, લોકો અહીંથી નિકળી જાય, નહીંતર આગલની સ્થિતિ માટે રશિયા અથવા યુક્રેન જવાબદાર નહીં હોય.

યુક્રેનમાં ફાટી નીકળેલા યુદ્ધમાં થોડાક કલાક પહેલા જ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ કર્ણાટકના રહેવાસી નવીન તરીકે થઈ છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ કરી છે. નવીન સાથે હોસ્ટેલમાં રહેતા શ્રીધરન ગોપાલકૃષ્ણનને કહ્યું- યુક્રેનિયન સમય અનુસાર સવારે 10.30 વાગ્યે નવીન રાશનની દુકાનની સામે લાઇનમાં ઉભો હતો.

ત્યારે જ રશિયન સેનાએ લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. તેની લાશ વિશે અમારી પાસે કોઈ માહિતી નથી. અમારામાંથી કોઇને પણ હોસ્પિટલમાં જવાની મંજૂરી પણ આપવામાં આવી નથી કે અમે જાણી શકીએ કે તેની લાશ ક્યાં રાખવામાં આવી છે. વાતચીત દરમિયાન નવીનના પિતાએ પુત્રને કહ્યું કે તેઓ પોતાની સંભાળ રાખે અને ત્યાં સાથે રહે. તેમણે પુત્રને કહ્યું હતું કે ભારતીય દૂતાવાસ દ્વારા તેને લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નવીનના મૃત્યુની માહિતી વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને આપી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.”

તમને જણાવી દઈએ કે નવીન યુક્રેનમાં MBBS નો અભ્યાસ કરી રહ્યો હતો અને તે ચોથા વર્ષમાં હતો. નવીન કર્ણાટકના ચલગેરીનો રહેવાસી હતો. વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. નવીનનું યુક્રેનમાં રશિયન મિસાઈલ હુમલામાં મોત થયું હતું. નવીનના સંયોજક પૂજા પ્રહરાજે એબીપી ન્યૂઝને આ વાતની પુષ્ટિ કરી હતી