લેખકની કલમે

“હવે તું પણ શહેર આખાની જેમ મને પૂછીશ?? રાખ ફોન..અહીં કામ વધારે છે.” દીકરાએ માં ને કહ્યું – રેડીયોમાંથી સમાચાર આવ્યા કે ..

મા ‘ડીનર’ માટે દીકરા ની ઓફિસે થી આવવાની રાહ જોઈ રહી હતી.રોજ કરતા વધારે મોડું હતું આજે.એમાં પણ વીજળીના અભાવ ના કારણે બારી પાસે બેસીને રસ્તો જોઈ રહી હતી.ત્યારે અચાનક જ પાસે પડેલા રેડીયોમાંથી આવેલા શહેર ના શ્રેણીબધ્ધ બોંબધડાકાના સમાચારે એને વિહવળ કરી મૂકી.

તેમાં પણ તેના હૈયે ફાળ ત્યારે પડી જયારે દીકરાને કોલ કરતી વખતે ફોન ‘નોટ રીસ્પોન્ડીંગ’ ની ટયુન સંભળાવા લાગ્યો.ઘર માં એકલી હોવા ના કારણે માત્ર તેની બાજુમાં રહેલી ‘ગ્લાસ કેન્ડલ’ જ તેની ભીની આંખો જોઈ શકતી હતી.૨૧મી વખતે કોલ કર્યો ત્યારે સામેથી ગુસ્સાવાળો દીકરાનો અવાજ સંભળાયો:

“હવે તું પણ શહેર આખાની જેમ મને પૂછીશ?? રાખ ફોન..અહીં કામ વધારે છે.” જો કે આટલું સાંભળતા શહેરની વીજળી કંપનીના મુખ્ય ઈજનેર ની મા ને હૈયે ટાઢક વળી કે એના ‘રાજકુમાર’ને કઈ થયું નથી.કામ માં વ્યસ્ત છે. જો કે તેને ગુસ્સો પણ આવ્યો.આજે આવે એટલી વાર..એને જમાડીશ પણ જમીશ નહી. થોડી વાર પછી તેની પાછળ રહેલા ઝુમ્મર ઝળહળી ઉઠ્યા. તરત એને થયું કે લાવ ને એ.સી. ચાલુ કરું,રૂમ માં રાજકુમાર આવે ત્યાં સુધી માં ઠંડક થઈ જશે.હજી એ.સી.નું રીમોટ હાથ માં લીધું ત્યાં તો બારણે ટકોરા વાગ્યા.બારણા તરફ આગળ વધી ત્યાં તો ફરી અંધકાર છવાઈ ગયો.

નિરાશ ચહેરે બારણું ખોલ્યું તો કોઈ દેખાયું નહી.ફોન ને ઉપાડવા માટે જેવી પાછળ ફરી ત્યાં તો પાછળથી પ્રેમાળ અને પરિચિત હાથ આંખો પર ઢંકાઈ ગયો અને ખબર હોવા છતાં થોડું ખિજાવાના નાટક પછી દીકરાને ઓળખી કાઢ્યો. દીકરાએ કહ્યું:”હું મેઈન સ્વીચ ચાલુ કરીને આવ્યો છું.તું ઘરની મેઈન સ્વીચ બંધ કરી દે.આજે કેન્ડલ લાઈટ ડીનર..હું તને જમાડીશ.જમતી વખતે મા એ પૂછ્યું, “કેમ મને ડાબા હાથે જમાડે છે? દીકરાનો સુંદર જવાબ આવ્યો,”તારા જમણા હાથની આંગળી માં મારો ડાબો હાથ જ હતો ને??”

જમ્યા પછી લાઈટ્સ ઓન કરવાનું કહેતા દીકરાએ ના પાડી, “ આજે આપણે આના લીધે જ ઝગડ્યા છીએ..રહેવા દે..”મા એ કહ્યું, “બહુ એવું હોય તો તું હોલમાં પંખા વગર સૂઈ જજે..હું એ.સી.માં સૂઈ જઈશ..અને લાઈટ્સ ની મેઈન સ્વીચ ઓન કરતા ની સાથે જ ડઘાઈ ગઈ જ્યારે દીકરાનો પાટાવાળો અને લાલડાઘ વાળો જમણો હાથ જોયો.કોઈ શબ્દો ન હતા મા પાસે..છતાં મા એ પૂછ્યું, “કેમ ખોટું બોલ્યો?”

જવાબ મળ્યો: “તો આટલી ખુશી અને અને સુંદરતા થી તને જમતી જોવાનો મોકો ‘અદ્રશ્ય’ થઈ જાત.

સાર: ‘સાચી સંભાળ’ ને પ્રેમ માં વ્યાખ્યાયિત કરવી અશક્ય છે.

– અદ્રશ્ય (મીત રાજ્યગુરુ)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks