ખબર

‘હવે પંજાબી ખાવાનું બંધ કરો!’ નરેન્દ્ર મોદીને કોણે કહ્યું હતું આવું? વાંચો રસપ્રદ પ્રસંગ

ભારતના સૌથી લોકપ્રિય રાજનેતા નરેન્દ્ર મોદીનો ૬૯મો જન્મદિવસ છે અને ગુજરાતમાં એની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદી; કોઈ પણ માણસ એમની નિયમિતતા અને કાર્ય પ્રત્યેની પ્રતિબધતાથી પહેલી નજરે જ પ્રભાવિત થઈ ઊઠે! ભારતમાં સતત બીજી ટર્મમાં વડાપ્રધાનનું પદ હાંસલ કરનાર આ અપ-ટુ-ડેટ રાજનીતિજ્ઞ વિશે તો અનેક વાતો છે, જે જાણવાની જરૂર મજા પડે. પણ અહીં એ અમુક પ્રસંગો જણાવ્યા છે જે તમને આશ્વર્યચકિત કરી દેશે.

‘હવે દિલ્હી છોડી દો!’ —

ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલા નરેન્દ્ર મોદીએ ઉત્તર ભારતનાં રાજ્યોમાં ભાજપને મજબૂત કરવા માટે અનેક વર્ષો વીતાવ્યાં હતાં. તેઓ છ વર્ષના સમયગાળાથી ગુજરાતથી દૂર હતા. ૨૦૦૧ની સાલમાં એક દિવસ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીએ મોદીને પોતાની પાસે બોલાવીને કહ્યું,

“દિલ્હીમાં પંજાબી ખાણું ખાઇ-ખાઇને તમારું શરીર વધી રહ્યું છે. હવે દિલ્હી છોડો અને ગુજરાત જાઓ!”

એ વખતે ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર હતી. અનેક સવાલોથી આ સરકાર ઘેરાયેલી હતી. બાજપાઇના ઉપરના શબ્દોમાં નરેન્દ્ર મોદીને ગુજરાતની ગાદી સંભાળી લેવાનો સંકેત આપવામાં આવ્યો હતો!

વકીલોનાં કપડાં ધોવા અને કાર્યાલયની સફાઇ કરવી —

બાળપણમાં જ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)માં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૫૮ની દિવાળીનો એ દિવસ હતો જ્યારે મોદીએ બાળસેવક તરીકે સંઘમાં શપથગ્રહણ કર્યા હતાં. નરેન્દ્ર મોદી બાળપણથી જ પોતાના કામ પ્રત્યે પૂર્ણ વફાદાર અને નિયમિત હતા. તેમના આ ગુણો કોઈને પણ પ્રભાવિત કરે તેવા હતા.

વહેલી સવારે જ મોદી સંઘનાં ગુજરાત સ્થિત ‘હેડગેવાર ભવન’માં આવી જતા અને કાર્યાલયના ઓરડાઓની સફાઇ કરવામાં લાગી જતા. કાર્યકરો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ નરેન્દ્ર મોદીના હાથે જ થતી. સંઘના બીજા કાર્યકરો ક્યારેક મોડા થાય પણ મોદીએ ક્યારેય કાર્યાલયે પહોંચવામાં મોડું કર્યું હોય એવું બન્યું નહોતું! અહીં તેમણે સિનિયર વકીલોના કપડાં પણ ધોઈ આપવાનું કાર્ય કર્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks