ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો જ આ વાત વાંચજો, વાંચીને તમારા પૂજ્ય દેવી દેવતાનું નામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં

આપણો દેશ ધાર્મિક દેશ છે, અલગ અલગ જ્ઞાતિ સમાજના લોકો અલગ અલગ ધર્મો સાથે આ દેશમાં જોડાયેલા છે, આપણા દેશમાં કોઈ એવું ગામ કે શહેર નહિ હોય જ્યાં કોઈ મંદિર નહીં હોય, ઘણીવાર મનમાં પ્રશ્ન થાય કે શા કારણે આપણા દેશના લોકોને ઈશ્વરમાં આટલી શ્રદ્ધા છે? શા કારણે મંદિર તરફ લોકો દોટ મૂકે છે? શા કારણે મંદિરોમાં આટલું મોટું દાન લોકો કરતા હોય છે?

Image Source

ઈશ્વરે તો કહ્યું છે કે હું કણ કણમાં વસેલો છું તો પછી મંદિર જવાની ક્યાં જરૂર છે? ત્યારે એક સંત દ્વારા કહેલી વાત યાદ આવે તેમને કહ્યું હતું કે “હવા તો દરેક જગ્યા ઉપર રહેલી છે તે છતાં પણ આપણી ગાડીના ટાયરમાં હવા નીકળી જાય ત્યારે આપણે કોઈ પંક્ચર વાળા કે હવા વાળની દુકાને જવું જ પડે છે.” આ વાત ઈશ્વર સાથે પણ એટલી જ લાગુ પડે છે,  ભલે ઈશ્વર કણકણમાં વસેલા છે તે છતાં પણ મંદિર એવી જગ્યા છે જ્યાં તમને એક અલગ જ અનુભૂતિ થાય છે, એક નવો જ અહેસાસ થાય છે, તમારા અંતર આત્મામાં એક જુદા પ્રકારની જ ઠંડક વસે છે.

Image Source

દરેક ઘર કે ધંધાની કોઈપણ જગ્યાએ તમે જોશો તો તમને એક મંદિર તો અવશ્ય મળશે જ તેની પાછળનું કારણ પણ આજ છે. મનુષ્યને ઈશ્વરમાં રહેલી શ્રદ્ધા અને એક અલૌકિક શક્તિમાં અતૂટ વિશ્વાસ માણસના ઘરમાં પણ મંદિરનું સ્થાન અપાવે છે. ભલે ઘરના દરેક સભ્યો રોજ મંદિર સામે બેસીને પૂજા નહિ કરતા હોય પરંતુ ઘરનું એક સદસ્ય તો એવું હશે જ જે નિયમિત મંદિરમાં પૂજા અર્ચના કરતુ હશે અને તેના કારણે જ ઘરમાં શાંતિનો પણ વાસ થાય છે. ઘરના દરેક સભ્યો સુરક્ષિત રહે છે.

Image Source

ઘણા લોકો આ વાતને માનવા માટે તૈયાર પણ નથી થતા, ખાસ કરીને આજની યુવા પેઢી, જયારે ઘરનું કોઈ વડીલ તેમેને આવી કોઈ ધાર્મિક બાબત વિશે વાત કરે ત્યારે તેઓ તરત તેને નકારી કાઢતા હોય છે પરંતુ જીવનમાં યાદ રાખજો આ બાબતો સાથે પણ માણસને તેના જન્મ કાળથી લેવાદેવા રહેલી છે તેનું એક ટૂંકું ઉદાહરણ આપું તો “જયારે આપણે રસ્તામાં ચાલી રહ્યા હોય કે કોઈ વાહનમાં સવાર હોઈએ ત્યારે માત્ર એક સેકન્ડના સોમાં ભાગમાં થતી દુર્ઘટનામાં આપણો જીવ બચી જાય છે ત્યારે આપણને આ વાતનો વિશ્વાસ આવે છે, ત્યારે આપણે કહીએ છીએ કે કિસ્મત સારી હતી એટલે જીવ બચી ગયો. આ આપણા ઘરમાં કે આપણા કોઈ સ્નેહી સ્વજન દ્વારા કરેલી આપણા માટેની પ્રાર્થનાનું જ પરિણામ હોય છે. આ અનુભવ પણ દરેક વ્યક્તિને થયો જ હશે.

Image Source

આવા તો ઘણા કિસ્સા જીવનમાં બનતા હોય છે જેના આપણે કિસ્મત સાથે જોડાતા હોઈએ છીએ, પરંતુ આપણી કિસ્તમ પણ આપણા કર્મો ઉપર નિર્ભર કરે છે, આપણા પરિવારમાં કોઈ વ્યક્તિ કે આપણા સ્નેહી સ્વજન અથવા તો તમે કરેલા કોઈ સારા કામોના કારણે આવી મુસીબતોમાંથી આપણે બચી જતા હોઈએ છીએ.

Image Source

ઈશ્વર ઉપર કે કોઈપણ દેવી દેવતા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ કાયમ માટે હોવો જોઈએ, હા એ વિશ્વાસમાં આપણી સાથે છેતરપિંડી ના થાય એનું પણ ધ્યાન રાખવું આપણા જ હાથમાં રહેલું છે, કારણ કે ધર્મના નામે લૂંટતા ધૂતારાઓની પણ ખોટ આપણા દેશમાં નથી, ધર્મના નામે ડરાવી ધમકાવી તમારી પાસેથી પૈસા પણ હેઠતા લોકો તમને ડગલેને પગલે મળશે. માટે જો તમને પણ ઈશ્વરમાં, દેવી-દેવતામાં શ્રદ્ધા હોય તો માત્ર તેમનામાં જ શ્રદ્ધા રાખો, યુવાનોએ પણ આ વાત ગાંઠે બાંધવી જોઈએ. તેમને પણ ઈશ્વરમાં શ્રદ્ધા તો કેળવવી જ જોઈએ. ભલે ઈશ્વર તમને નરી આંખે દેખાતો નથી પરંતુ પોતે હોવાનો સાક્ષાત્કાર તે હંમેશા કોઈપણ સ્વરૂપે, કોઈપણ ક્રિયા દ્વારા આપતો જ રહે છે.

Image Source

જય માતાજી..!! જય ભગવાન..!!
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.