ભારતમાં ફરવાની ઘણી બધી જગ્યાઓ છે, ઉત્તર આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓરિસ્સા, તામિલનાડુ જેવી ઓછી પ્રચલિત જગ્યાઓ પર સ્થાનિક લોકો પ્રવાસીઓ અને મુસાફરો પ્રત્યે ખૂબ જ સાચા અને ઈમાનદાર છે, જયારે પ્રચલિત જગ્યાઓ જેવી કે ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, અને રાજસ્થાનના સ્થાનિક લોકો તમને ઠગવાની રાહ જોઈને બેઠા છે. આવી ઠગાઈ અને હોશિયારીને કારણે ફરવાની મજા તો ખરાબ થાય જ છે પણ આ લોકોના મન પર એક ખરાબ છાપ પણ છોડી જાય છે. ત્યારે ભલાઈ એમાં જ છે કે એને જાણી સમજીને બુદ્ધિથી કામ લેવામાં આવે.

તો જો તમે ગોવા જવાનું વિચારી રહયા છો તો ઠગાઈની આ રીતોથી બચીને –
ભાડાની બાઈક કે કાર –
એક બાજુ સમુદ્ર અને બીજી તરફ ગાઢ જંગલ વચ્ચે ગાડી ચલાવવાનું મન કોનું ન હોય? ગોવામાં ભાડાની ગાડી અને બાઈક ઘણી મળી જાય છે. એવામાં ભાડા પર કાર કે બાઈક લેવામાં શું નુકશાન છે એ જાણીએ. ક્યારેક તમને એવી બાઈક કે કાર ભાડા પર આપી દેવામાં આવે છે કે જેમાં પહેલાથી જ ડેન્ટ હોય અને ગાડી પાછી આપતા સમયે તમારી પાસેથી એ ડેન્ટના પૈસા પણ વસુલવામાં આવશે, જે તમારે લીધે નથી થયા.

આ ઠગાઇથી કેવી રીતે બચી શકાય? – ગાડીની તસ્વીર ક્લિક કરી લો અને દુકાનદાર સામે જ આખી ગાડીનો આગળ પાછળથી વિડીયો બનાવી લો. જેથી એ દુકાનદાર તમને ઠગીને તમારી પાસેથી પૈસા ન પડાવી શકે.
જવેલરીની ખરીદી –
આ પ્રકારની ઠગાઈને જોઈને તો ચોંકી જ જવાય, અને રીતની ઠગાઈ માત્ર ગોવા સુધી જ સીમિત નથી. સારો દેખાતો એક વેપારી તમારી પાસેથી હજારો રૂપિયાને બદલે કેટલાક જવેરાત તમને લઇ જવાનું કહેશે. ઓસ્ટ્રેલિયાની એક મહિલાએ આવી જ જાળમાં ફસાઈને 65000 ડોલર ગુમાવી દીધા હતા.

આ ઠગાઇથી કેવી રીતે બચી શકાય? – આવા લોકોને શાલીનતાથી તમારાથી દૂર થઇ જવાનું કહો. જો એ તો પણ તમને પરેશાન કરે છે તો તમે કહો કે તમે એની ફરિયાદ પોલીસમાં કરશો.
હાથીવાળા સાધુ –
ભારત ભ્રમણનું મુખ્ય સૂત્ર છે ‘સાધુ બાવાઓથી બચીને રહો.’ બધા જ સાધુઓ ધૂર્ત નથી હોતા પણ બધાથી જ સારું છે કે એમનાથી બચીને રહેવું. ગોવામાં કલુંગેટ અને કંડોલિમ બીચની આસપાસ તમને હાથી સાથે રાખીને ચાલવાવાળા સાધુઓ જોવા મળશે. આવા સાધુઓ તમને કહેશે કે હાથી સાથે તસ્વીર ક્લિક કરાવવાથી તમારા બધા જ પાપ ધોવાઈ જશે અને ફોટો ક્લિક થઇ ગયા બાદ તમારી પાસેથી મોટી દક્ષિણા એંઠવાનું કામ શરુ થશે.

આ પ્રકારની ઠગાઇથી કેવી રીતે બચી શકાય? – સાધુ અને હાથી એક સાથે દેખાય એટલે તરત જ મોઢું ફેરવી લો અને જો કોઈ મળી જાય તો વિનમ્રતાથી ના પાડી દો.
સીમકાર્ડ પર આકર્ષક ડીલ –
ઘર અને પરિવાર સાથે સંપર્કમાં રહેવા માટે અને ઇન્સ્ટાગ્રામ પર ફોટો અને વિડીયો નાખવા માટે તમને ઇન્ટરનેટની જરૂર પડે છે. ગોવાના ઠગોને એ વાતની ખબર છે અને એ તમને સારી ડીલ બતાવીને ખોટી ડીલ વેચી કાઢશે.

આ પ્રકારની ઠગાઇથી બચવા શું કરશો? – મોબાઈલ નેટવર્ક કંપનીના પ્રમાણિત સ્ટોરથી જ પ્રીપેડ સિમ ખરીદો. એરટેલ, વોડાફોન, બીએસએનએલ અને રિલાયન્સ જિયો જેવા ભારતના કેટલાક મોટા મોબાઈલ નેટવર્ક સારી સુવિધાઓ આપે છે.
ખરીદી પર દલાલી –
સસ્તી દારૂ, ભારતીય પોશાક, અને યાદગાર ભેટ લઇ જવા વિચારો ત્યારે ટેક્સી કે રીક્ષા ચાલકને દુકાન વિશે પૂછીને સલાહ લેવી એ સૌથી મોટી ભૂલ હશે. આ દુકાનો. રેસ્ટોરન્ટ્સ અને હોટલનો પર ટેક્સી અને રીક્ષા ચાલકોની દલાલી બંધાયેલી હોય છે. જયારે આ લોકો તમને દુકાનો પર લઇ જાય તો સમજો કે તમે સૌથી વધુ કિંમત ચૂકવવી પડશે. છેવટે દુકાનદારોએ એ લોકોને દલાલી પણ આપવાની હોય છે.

આ અપ્રકારની ઠગાઇથી બચવા – તમારે કોઈ વસ્તુ ખરીદવી છે કે હોટલ કે હોસ્ટેલના કર્મચારી/રિસેપ્શનિસ્ટની સલાહ લો. આ સિવાય ગૂગલ પણ તમને કેટલીક વિશ્વસનીય દુકાનોની સલાહ આપી શકે છે. ગોવામાં લાંબો સમય વિતાવી ચૂકેલા સહેલાણીઓ પાસેથી પણ સલાહ લઇ શકો છો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.