આ રહસ્યમય મંદિરની અંદર ગયા બાદ કોઈ જીવતું પાછું નથી આવતું, મનુષ્યો તો શું પશુ પક્ષી પણ નહીં

શું તમે એવા કોઈ મંદિર વિશે સાંભળ્યું છે, જેને નરકનો દરવાજો કહેવામાં આવે છે. આવું જ એક મંદિર તુર્કીમાં આવેલું છે, જેની અંદર ગયા પછી કોઈ પણ વ્યક્તિ પાછો આવતો નથી. જોકે ઘણી શોધો પછી અહીં મૃત્યુનું રહસ્ય ઉજાગર કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

દક્ષિણ તુર્કીના હીરાપોલિસ શહેરમાં એક ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરને નરકનું દ્વાર નામ આપવામાં આવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી, અહીં સતત રહસ્યમય મૃત્યુ થઈ રહ્યા છે. માત્ર મનુષ્યો જ નહીં પણ આ મંદિરના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને પક્ષીઓ પણ મૃત્યુના મુખમાં આવી જાય છે. એવું માનવામાં આવે છે કે આ મોત ગ્રીક દેવના ઝેરી શ્વાસને કારણે થઈ રહ્યા છે.

ગ્રીક, રોમન સમયમાં પણ, જેઓ આ મંદિરની આસપાસ ગયા હતા તેમના શિરચ્છેદ કરવામાં આવ્યા હતા. તે સમયે પણ લોકો મૃત્યુના ડરથી અહીં જતા ડરતા હતા. વૈજ્ઞાનિકોની શોધ બાદ અહીં થઈ રહેલા મૃત્યુ પાછળનું રહસ્ય ઉકેલવાના દાવો કરવામાં આવી રહ્યો છે. શોધકર્તાઓનું કહેવું છે કે આની પાછળ મંદિરની નીચેથી સતત બહાર નીકળતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે.

જર્મનીની ડ્યુઇસબર્ગ-એસેન યુનિવર્સિટીના પ્રોફેસર હાર્ડી પફાન્ઝે આ સ્થળ વિશે જણાવ્યું કે અહીં કરવામાં આવેલા અભ્યાસમાં અહીં વધુ પડતા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસની હાજરી સામે આવી છે. તેમણે કહ્યું કે બની શકે છે કે આ ગુફા એવી જગ્યાએ હોય, જ્યાં પૃથ્વીના પોપડાની નીચેથી ઝેરી વાયુઓ બહાર આવી રહ્યા હોય.

સર્ચ દરમિયાન જાણવા મળ્યું કે આ પ્લુટો મંદિર હેઠળ બનેલી ગુફામાં કાર્બન ડાયોક્સાઇડનો ખૂબ જ મોટો જથ્થો છે. તે ત્યાં 91 ટકા સુધી હાજર છે. આશ્ચર્યની વાત એ છે કે, ત્યાંથી બહાર આવતી વરાળને કારણે, ત્યાં આવતા માનવીઓ, જંતુઓ અને પ્રાણીઓ અને પક્ષીઓ મૃત્યુ પામે છે.

YC