ખબર

હાથરસ બળાત્કાર મામલામાં PM મોદીએ મારી એન્ટ્રી, જાણો શું નિર્ણયો લેવાયા

હાથરસમાં થયેલા સામુહિક બળાત્કારના મામલાનો ગુસ્સો આખા દેશની અંદર ફેલાઈ રહ્યો છે.  સામાન્ય માણસથી લઈને બોલીવુડના  સેલેબ્રિટીઓ સોશિયલ મીડિયા ઉપર પોતાનો ગુસ્સો  વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આ  મામલામાં પ્રધાનમંત્રી મોદીએ પણ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરતા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે.

Image Source

પ્રધાનમંત્રી મોદીના ફોન બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કેસની તપાસ કરવા માટે રાજ્યપોલીસની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (SIT)ની રચના કરવાની જાહેરાત કરી હતી. આ ટીમ દ્વારા 7 દિવસની અંદર તપાસ પુરી કરી અને અને રિપોર્ટ આપવાની વાત યોગી આદિત્યનાથે જણાવી છે.

Image Source

ત્રણ સભ્યોની આ ટીમની આગેવાની રાજ્યના ગૃહ સચિવ ભગવાન સ્વરૂપને સોંપવામાં આવી છે. જેમાં ઉત્તર પ્રદેશ પોલીસના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચંદ્રપ્રકાશ અને પ્રોવિન્શ્યલ આર્મ્ડ ફોર્સની આગ્રા પૂનમ પણ  સહભાગી બનશે.

Image Source

પરિવારની મરજી વિરુદ્ધ રાત્રે  દ્વારા પીડિતાનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવતા પણ ગ્રામવાસીઓ અને આસપાસના નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનો રોષ જોતા પોલીસ બંધોબસ્તમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

Image Source

ઉલ્લેખનીય છે કે હાથરસની 19 વર્ષીય  દલિત યુવતી સાથે સામુહિક બળાત્કાર ગુજારીને તેની કરોડરજ્જુ તોડી નાખવામાં આવી હતી અને જીભ પણ કાપી નાખવામાં આવી હતી. ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું ગઈકાલે મંગળવારના રોજ નિધન થયું હતું. આ મામલાની નોંધ પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા પણ લેવામાં આવી હતી જેના બાદ પીએમ મોદીએ યોગી આદિત્યનાથ સાથે વાત કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.